Gujarat

સાઈબર ક્રાઈમ ! સુરતમાં ઓનલાઈન ગલુડિયું ખરીદવું ગ્રાહકને રૂ.૮ લાખથી વધુમાં પડ્યું, જાણો પૂરી ઘટના

હાલ અત્યાર ના સમયમાં આપ સૌ જાણો છો કે ટેકનોલોજી વિકાસ થતા  કોઈપણ ચીજ-વસ્તુઓ નો ખરીદ વેચાણ ઓનલાઈન ક્ષેત્રે ખુબજ વધી ગયું છે, અને લોકો ઓફલાઈન કરતા ઓનલાઈન વસ્તુ નો મોહ વધારે રાખે છે, પરંતુ કોઈક વાર આ ઓનલાઈન આપણને  ખુબ મોટી નુકશાની માં મૂકી દે છે, હાલ ઓનલાઈન ખરીદ વેચાણ થતા ઈન્ટરનેટ પર ઘણી બધી વેબસાઈટ શરુ છે, પરંતુ આ ઓનલાઈન ખરીદ વેચાણ માં ઘણા ફ્રોડ લોકો પણ પોતાની ખોટી વેબસાઈટ બનાવી લોકોને લુટવાનું કામ કરતા હોઈ છે.

તેવું જ ગુજરાત ના સુરત શહેર માં થોડા દિવસો પહેલા બનેલું હતું. એક વ્યક્તિએ પોતાની ઓનલાઈન વેબસાઈટ પર ગલુડિયું વેચવાની જાહેરાત મૂકી હતી. તે જાહેરાત જોઈ એક સુરત ના ગ્રાહકે તે ગ્રાહકે તે ગલુડિયું ખરીદવા માટે એ વેબસાઈટ માં રજીસ્ટ્રેશન કર્યું તથા તેનું નામ સરનામાં અને મોબાઈલ નંબરની વિગતો ભરી પોતાના મોબાઇલ મારફતે પેટીએમ દ્વારા તે ગલુડિયા ના રૂ.૧૩૦૦૦/- તે ફ્રોડ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આ સુરત ના ગ્રાહકે ગલુડિયા ના ઓર્ડર ના  રૂ.૧૩૦૦૦/- ટ્રાન્સફર કર્યાં બાદ તે ફ્રોડ વ્યક્તિ એ ખોટા અલગ અલગ ચાર્જ લગાવી આ ગ્રાહક પાસેથી બીજા પૈસા પણ પડાવી લીધા હતા. ગલુડિયું આપ્યું નહિ, અને તેની પાસેથી રૂ.૧૩૦૦૦/- પડાવી લીધા, આ છેતરપીંડી કરનાર ની સામે ફરિયાદ થતા સાયબર પોલીસ ખાતા દ્વારા આ છેતરપીંડી કરનાર શખ્સ ને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને તેણે કરેલ ઓનલાઈન સાઈબર ક્રાઈમ નો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ બનાવ ગત તા:-૦૭-૦૫-૨૦૨૧ ના રોજ ક્લિક ઇન નામની વેબસાઈટ દ્વારા થયેલ હતો, અને આ આરોપી આફ્રિકા નો હોવાનું જાણવા મળેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!