ગુજરાત નું સૌથી શિસ્તતા ધરાવતું ગામ ! નિયમો જાણી ગામ ના વખાણ કરતા થાકી જશો.
ગુજરાત રાજ્યના ઘણા અલગ અલગ શહેર અને ગામડા ઓ પોતાની કંઇક ને કઇંક ગુણવતા અને ખાસિયત ને કારણે પ્રખ્યાત છે, હાલ ગુજરાતમાં ઘણા અભિયાનો પણ ચાલે છે, જેમકે સ્વચ્છતા, છે તમાકુ વેચવા પર પ્રતિબંધ જેવા તેમા વાત કરીએ તો રાજકોટ જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં નામે સમઢીયાળા કે ત્યાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે, અને આ નિયમ નો ભંગ કરનાર ને ત્યાની ગ્રામપંચાયત દંડ કરે છે, પરંતુ મહત્વની વાત એ છે, કે અત્યાર સુધી ત્યાં એક પણ ગુનો નોંધાયો નથી.
સમઢિયાળા ગામની અન્ય વિશેષતાઓ ની વાત કરીએ તો અહિયાં દરેક ચુંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય છે, અને મતદાન ન કરનાર ને રૂ.૫૧ થી ૧૦૦૦ સુધીનો દંડ ભરવો પડે છે. અને અન્ય વિશેષતા ની વાત કરીએ તો વર્ષ-૨૦૦૫ થી આ ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યું છે, અહીં જુગાર,દારુ અને પાન મસાલા ના વેચાણ પર પણ પ્રતિબંધ છે, અને આ ગામમાં વૃક્ષો વાવવા તે ફરજીયાત છે
ટેકનોલોજી ની વાત કરીએ તો આ ગામ ટેકનોલોજી થી પણ સજ્જ છે. આખા ગામમાં શેરીએ શેરીએ સીસીટીવી કેમરા છે અને જો કંઈપણ મહત્વ ની મીટીંગ ગોઠવવી હોઈ તો સાઉંડ સીસ્ટમ પણ આખા ગામમાં ગોઠવેલ છે. અને શેરી ની તમામ સ્ટ્રીટ લાઈટ પણ સોલાર થી ચાલે છે.
સમઢિયાળા ગામની અન્ય મહત્વ ની વાત કરીએ તો અહિયાં ના રસ્તા તમને ચાલવા માટે મજબુર કરી દેશે અને સ્વચ્છતા ની તો વાત જ અલગ છે, બીજી એક નવાઈ ની વાત કરીએ તો છેલ્લા ૩૦ વર્ષથી અહિયાં ક્રાઈમ રેટ ઝીરો છે. કારણ કે અહિયાં ઝઘડા, મતભેદ અને તકરાર હોઈ તો બધાના સમાધાન માટે કમિટી છે, તે ન્યાય કરે છે.
આ ગામમાં મહત્વનો ફાળો ૧૯૭૮ ના આ ગામના સરપંચ હરદેવસિંહ જાડેજા નો છે. તેમણે આ ગામનો સંપૂર્ણ નકશો જ ફેરવી નાખ્યો આ ગામને ઉચ્ચ લાવવા માં તેમનો મહ્ત્વો ફાળો છે. આ ગામની ડોકયુમેન્ટરી દુરદર્શન પર પાંચ વખત બતાવવા માં આવી છે, અને આ ગામને ઘણા ખરા એવૉર્ડ પણ મળેલા છે.
