Gujarat

નાતજાત ના ભેદભાવ વગર હસીનાબહેને 2000 થી વધુ બીનવારસી મૃતદેહો ની અંતિમ ક્રિયા કરી

ભારત દેશ અને આખા ગુજરાતમાં કરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે લોકો પોતાના પરીવાર જનોની લાશ લેતા પણ ડરી રહ્યા છે ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો સેવા નુ કામ કરી રહ્યા છે અને આવી લાશોનુ અગ્ની સંસ્કાર કરી રહ્યા છે.

સેવાકીય પ્રવૃતિ ની વાત થાય ત્યારે હાલ મોરબી મા સેવાકીય પ્રવૃતિ કરી રહેલા હસીના બેન ની પણ નોંધ લેવી પડે, હસીનાબહેન નાત જાત કે ધર્મ ના ભેદભાવ વગર જ બીન વારસી શબ ને હિન્દુ રીતીરિવાજ થી અંતીમ ક્રિયા  કરે છે.

હસીના બહેન પોતે ખુબ ઓછુ ભણેલા છે અને પોતે એક સામાન્ય પરીવાર થી આવે છે તેમના પતી બશીરભાઈ રક્ષા ચલાવવાનું કામ કરે છે અને હસીના બહેન ના આ સેવાકીય કાર્ય થી તેવો પણ ખુશ છે. હસીના બહેન મોરબી ની સરકારી હોસ્પીટલ માથી જે બીન વારસી શબ હોય તેને આખરી મંઝિલ સુધી પહોચાડે છે.

હોસ્પિટલ ના સ્ટાફ ના ડોક્ટરો અને તમામ લોકો તેના આ કાર્ય ને ખુબ બીરદાવે છે. હસીના બહેન ને અત્યાર સુધી મા 2000 જેટલા શબ ને આ રીતે આખરી મંઝિલ સુધી પહોંચાડ્યા છે એમાં પણ હાલ કોરોના ના લીધે આ સંખ્યા વધી રહી છે ત્યારે હસીના બહેન નુ આ કાર્ય કાબીલે તારીબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!