ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામમાં 8 વર્ષની બાળકીની રેપમાં ચોંકાવનાર ખુલાસો! પિતા એ કહ્યું કે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જત્રાખંડીમાં આઠ વર્ષની બાળકી પર રેપ થવાની કરુણદાયક ઘટના બની છે, આ ઘટનાને પગલે દરેક વ્યક્તિઓએ ન્યાય ની માંગણી કરી છે. મંત્રીશ્રીઓ દ્વારા અને સાધુ સંતો તેમજ મોરારી બાપુ એ પણ પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી છે, ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી છે. આ ઘટનાં અંગે દીકરીના પીતા એ ખૂબ જ હદયસ્પર્શી ઘટના વાત કહી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા પણ ચોંકાવનારી વાત સામે આવી છે. ચાલો આ બંને વાત વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ.
આપણે જાણીએ છે કે, આ વાત સાંભળતા જ હૈયુ આપણું થંભી જાય. દીકરીના પિતા એ અશ્રુ ભેર સાથે કહ્યું કે
મારે શું કહેવું એ શબ્દો મળતા નથી. એ વખતે હું મુંબઈમાં હતો. દીકરીને યાદ કરતાં જ મારૂ હૃદય ભરાઈ જાય છે અને છાતીમાં દુખાવો થવા લાગે છે. ખરેખર ગીર સોમનાથ જિલ્લા પર ક્યારેય ન ભૂંસાય એવો કાળો ધબ્બો લાગ્યો છે. જે ઘરમાં બાળકીની કિલકારીઓ ગુંજતી હતી તેની જગ્યાએ પરિવારનું રુદન સંભળાય રહ્યું છે.
આ ઘટનામાં પોલીસ તપાસમાં પીઆઈ અશોક મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી બાજુમાં રહેતા દિવાળીબેન માટે દુકાને સેવ લેવા જતી હતી અને રસ્તામાં આરોપીનું ઘર આવે છે. એણે પુછ્યું, ‘ક્યાં જાય છે?’ તો બાળકીએ કહ્યું, ‘સેવ લેવા જાઉં છું’. જેથી શામજીએ કહ્યું, ‘મારા માટે બીડી બાકસ લેતી આવજે.’ બાળકી બીડી-બાકસ લઈને પરત આવતા 11.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં લઈ જઈ ને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ 12.15થી 12.30 વાગ્યા આસપાસ લાશને સગેવગે કરી હતી. ગામલોકો બાળકીને શોધવા નીકળતા રોહિતભાઈ નામની વ્યક્તિને આ બાળકી મળી આવી હતી.
શામજી સોલંકીને બીડી-બાકસ આપવા ગઈ હોવાનું ખૂલ્યું હતું. જેથી તેના ઘરની તલાશી લેતા ત્યાંથી સેવનું પેકેટ પણ મળી આવ્યું હતું .પોલીસ તપાસમાં જઘન્ય કૃત્ય કરનાર આરોપી શામજીના મોબાઇલની ઇન્ટરનેટ હિસ્ટરી તપાસતા તે પોર્નોગ્રાફી વેબસાઈટ અને અશ્લીલ ક્લિપો જોઈ મનોવિકૃત બન્યો હોવાનું સામે આવ્યું છે. બાદમાં માસુમને હવસનો શિકાર બનાવી હતી.
આ ઘટના દબાવી દેવા માટે હત્યા કરી નાંખી હતી. શામજી માછીમારી કરતો હોવા સાથે પરિણીત અને બે સંતાનોનો પિતા છે.પરંતુ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી વારંવાર ઘરમાં ધમાલ કરતો હતો. જેથી ઘણા સમયથી તેની પત્ની રીસામણે હોવાનું જાણવા મળ્યું છે. માસુમ દીકરી સાથે જાતિય દુષ્કર્મ અને હત્યા કરતાં પૂર્વે આરોપી શામજીએ મોબાઇલમાં અશ્લીલ વિડીયો નિહાળ્યો હતો અને બાદમાં હવસનો શિકાર બનાવી હતી.