મહિલા ASI ભાવિષા કડછાએ 3500 કીલો મીટર ચાલી નર્મદાની પરિક્રમા કરી ! અનુભવ શેર કરતા કીધુ કે સૌથી મોટો ચમત્કાર
દર વર્ષે અનેક લોકો ગિરનાર લીલી પરિક્રમાનો લ્હાવો લઈ છે, જે માત્ર 36 કી.મીની હોય છે અને સૌથી કઠિન પરિક્રમા શિવપુત્રી રેવા નદી એટલે નર્મદાની 3000 કી.મીની પરિક્રમા થાય છે. હાલમાં જ ગુજરાતના પહેલા મહિલા એ.એસ.આઈ ઓફિસરએ આ પરિક્રમા પૂર્ણ કરનાર પહેલા પોલીસ અધિકારી બન્યા, ચાલો અમે આપને આ મહિલા ઓફિસર અને પરિક્રમા વિષે જણાવીએ,
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર) તરીકે ફરજ બજાવતા ભાવિષાબેન કારાભાઈ કડછા મૂળ પોરબંદરના છે.વર્ષ 2016થી પોલીસમાં જોડાયેલાં છે. તેમના પતિ પણ PSI તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. જયારે તેમણે ગુજરાતી ફિલ્મ રેવા જોઈ ત્યારે જ મનમાં એકવાર તો નર્મદાની પરિક્રમાકરવાનો વિચાર રોપાયો હતો. ‘પરિક્રમા કરતાં પહેલાં એ વિશે તો કઈ વાંચ્યું નહોતું તેમણે પણ એની પહેલાં એક જ વિચાર હતો કે મને રજા કઈ રીતે મળશે અને હું કઈ રીતે જઈશ?
આઇજી ગેહલોત સર પોતે પણ ખૂબ ધાર્મિક હતા જેથી ભાવિષા બેને સરને રજૂઆત કરી કે મારે પરિક્રમા કરવા જવું છે, જે સાહેબે માન્ય રાખી અને 122 દિવસની અસાધારણ રજા મંજૂર કરી આપી. ખાસ વાત એ હતી કે, અત્યાયર સુધીમાં પોલીસ ખાતામાંથી નર્મદા પરિક્રમા કોઈએ કરી નથી.નર્મદાનું ઉદગમ સ્થાન અમરકંટક હતું જથી ભાવિષાબેનએ આનંદ તીર્થ નામના એક સગા પરિક્રમાસાથે સંકલ્પ લઈને શરૂ કરી, ભાવિષા બેનને તેમની કમાન્ડો ટ્રેનિંગ કામ લાગી કારણ કે તેમને રોજના 10 કિલો વજન લઈ 5 કિમી ચાલવાનું હતું,પરિક્રમાર્થી પાસેથી ‘નર્મદા પરિક્રમા’.પુસ્તક મેળવીને બુક વાંચ્યા પછી ખબર પડી કે પરિક્રમા કઈ રીતે થાય..
.ત્યાં સુધી કંઈ ખ્યાલ જ નહોતો પણ બુકમાંથી બધી માહિતી મળી. પરિક્રમામાં સફેદ રંગ પહેરવાનું મહત્ત્વ છે. એનાં ઘણાં અલગ અલગ કારણો છે સફેદ કપડાં પહેર્યાં હોય તો લોકો ઓળખી જાય કે તમે પરિક્રમાવાસી છો. હાથમાં પાણીનું કમંડળ, લાકડી અને સફેદ કપડાં હોય તો એના પરથી ગામલોકો સમજી જાય કે આ પરિક્રમવાસી છે, એટલે એ સમય થતાં જ તમને જમવા- રહેવા અને બીજી જરૂરિયાતો વિશે સામેથી પૂછીને આપી દે.શરૂઆતમાં અમે 60-70 કિમી ચાલતા પગમાં ફોલ્લા પડી જતા જેથી ડોક્ટરના સૂચનો મુજબ સેન્ડલ પહેરીને પરિક્રમા કરી.
ખાસ વાત એ કે, માં રેવાની કૃપાથી રહેવા જમવાની સુવિધા કે કોઈ વસ્તુઓ ન હોય તો પણ3500 કિમી ચાલીને પૂરા કરો ત્યાં રસ્તા દરમિયાન લોકો સામેથી તમનેબધી સુવિધાઓ આપે.એ જ એક મોટો ચમત્કાર છે.પરિક્રમા દરમિયાન ભાવિષા બહેન શરૂઆતમાં ઘણો સમાન લીધો હતો પણ જાણ થઇ કે બધું મળી રહે છે જેથી જીવન જરૂરિયાત વસ્તુઓ રાખી અને પરિક્રમા દરમિયાન જાતે જમવાનું બનાવવુંનો અનુભવ કરેલો.પરિક્રમા દરમિયાન કકરાના ઘાટ: એ એક એવી જગ્યા છે, જ્યાં પરિક્રમાવાસી ઓછા જાય છે, કારણ કે એ નોર્મલ રૂટ કરતાં 15 કિમી અંદરની તરફ છે. ત્યાં પર્વત છે અને વચ્ચે નર્મદા તથા હાથમતી નદી છે.
એક ટાપુ છે, ત્યાં 500 વર્ષ જૂનું નર્મદામૈયાનું મંદિર છે. ત્યાં ચમત્કારની ઘણી સ્ટોરીઓ છે. આ સ્થાને પહોંચીને ભાવિષા બેનને આવવાનું મન ન થયું અને મનો મન નક્કી કર્યું કે જો કદાચ ભવિષ્યમાં એવું થશે કે મારે નોકરી નથી કરવી તો હું એ જગ્યાએ જઈને રહીશ. ત્યાં જે નર્મદામૈયાનું સ્વરૂપ છે એ મેં આખી પરિક્રમા દરમિયાન ક્યાંય નથી જોયું. ત્યાંના ટ્રાઈબલ્સનું પરિક્રમાવાસી સાથેનું બોંડિંગ ઘણું જ સારું છે.ભાવિષા બેનને નર્મદાના બધા જ કિનારા બહુ ગમ્યા. નર્મદામૈયા અમરકંટકથી નીકળે અને 1300 કિમી બાદ વિમલેશ્વર ખાતે સમુદ્રની અંદર મળી જાય છે. મૈયાને વચ્ચેથી ક્રોસ ન કરવાનો નિયમ છે.
3500 કિમીની પરિક્રમામાં કોઈ એવી જગ્યા નહીં મળે કે જ્યાં મૈયા તમને મદદ નહીં પહોંચાડે. કોઈપણ સ્વરૂપમાં આવીને તમને મદદ મળશે. આખી પરિક્રમાના માર્ગમાં કોઈ તમારી પાસેથી રૂપિયા નહીં લે. આશ્રમ, મંદિર કે બીજે ક્યાંય રોકાઓ પરિક્રમાવાસી પૈસા કે ફોન લઈને ન નીકળે. તેમને લોકો પૈસા આપતા. અમારી પાસે પૈસાથી નાનું બોક્સ ભરાઈ ગયું છે. લોકો જમાડ્યા પછી રૂપિયા આપે કે રસ્તામાં ચા- પાણી માટે કામ લાગે. જેથી ભવિષાબેન આ પૈસા સાચવી રાખ્યા. પરિક્રમા દરમિયાન ભાવિષા બહેન ને અનેક અનુભવો થયા એ ખુબ જ અવિસ્મરણીય છે. ખરેખર આજના મોર્ડન યુગમાં એવોઆધ્યાત્મિક અનુભવ એ પણ પોતાની નોકરી માંથી રજા લઇને કરવું એ ખુબ જ સરહાનીય વાત છે.