Gujarat

સુરત મા આ જગ્યા એ થી ફરી ઝડપાયું કુટણખાનું ! પોલીસે રેઈડ કરતા કુટણખાનું ચલાવનાર..

છેલ્લા થોડા સમય થી શહેર મા દેહ વ્યાપાર કરનારાઓ મા વધારો થતા પોલીસ તંત્ર એક્ટીવ થયુ છે અને અલગ અલગ જગ્યા એ બાતમી ને આધારે રેઈડ પાડી કુટણખાના પોલીસે પકડયા છે ત્યારે વુધ એક કુટણખાનુ સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટથી કુટણખાનું ચલાવતી મહીલા અને એક ગ્રાહક ને રંગે હાથ ઝડપી પાડયા છે.

આ અંગે જાણવા મળેલ વિગતો મુજબ અમરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફરી દેહવિક્રયનો ધંધો શરૂ કરી દીધો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે એક ઈસમને ગ્રાહકના વેશમાં એપાર્ટમેન્ટના ફ્લેટમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારે બાદ ઈસમે ફ્લેટના ટેરેસ મા જઈ ઈશારો કરતા પોલીસ રેઈડ કરી હતી જેમા જયા બાવીસ્કર (ઉં.વ. 38, રહે. 403, ગણેશમણી એપાર્ટમેન્ટ, સત્તાધાર સોસાયટી, અમરોલી સુરત) ટેબલ પર બેઠી હતી. જ્યારે બાજુના 404 નંબરના ફ્લેટના રૂમમાં એક ગ્રાહક અને લલના શરીરસુખ માણતા ઝડપાયા હતા.

આ રેઈડ મા મુકેશ મગન રાઠોડ (ઉં.વ. 31, ખેતીકામ, રહે. રામનગર ફળીયુ) પકડાયો હતો. જેમા પોલીસે કુલ 15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વધુ મા જાણવા મળેલ કે જયા બાવીસ્કર આ અગાવ પણ કૂટણખાનું ચલાવતા પકડાઈ હતી જ્યારે ફરી આ કામ કરતા પોલીસે ચોક્કસ બાતમી ને આધારે રેઈડ કરી હતી

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!