કેદારનાથ મા હેલીકોપ્ટર ક્રેશ થતા ગુજરાત ની ત્રણ દીકરીઓ ના મોત થયા ! જેમા થી એક દીકરી બે મહિના પહેલા જ…
કેદારનાથ મહાદેવના દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ જાતા હોય છે, ત્યારે આ શ્રદ્ધાળુઓમાં અનેક ગુજરાતીઓ પણ હોય છે. આપણે જાણીએ છે કે, કેદારનાથમાં અનેકવાર યાત્રાળુઓના મોતના બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં જ કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થવાથી બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકનું દુઃખ નિધન થયું છે. આ મૃતકોની યાદીમાં ભાવનાગરની ત્રણ યુવતીઓ પણ હોવાથી યુવતીના પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો છે.
મૃતક યુવતી વિષે માહિતી સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે, ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો છે જે બંને ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસીછે.આ બનાવ અંગે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે, જેના વિષે વિગતવાર ઘટનાક્રમ જાણીએ.પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીનાં દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી.
યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ઉર્વી, કૃતિ અને પૂર્વાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ બનાવ અંગે ભાવનગર વહીવટીતંત્રને મેસેજ મળતાં નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ દુઃખદ બનાવ અંગે જાણ થતા જ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા અન્ય કાર્યકર્તાઓની સાથે મૃતક યુવતીઓનાં ઘર પર પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા.
મૃતક યુવતી વિષે જાણવા મળ્યું છે કે, ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રહેતી ઉર્વી બારડ અમદાવાદની IT કંપનીમાં નોકરી કરતી હતી. ઉર્વીની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી. સવારે જ્યારે દુર્ઘટના બની તે પહેલા જ તેના ફિયાન્સ સાથે ફોન પર વાત કરી હતી.કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેંટેલી કૃતિ તેમના પરિવારની એકની એક દીકરી હતી. તે ભાવનગરની અલોહ સ્કૂલમાં નોકરી કરતી હતી અને સૌથી ખાસ વાત એ કે, કૃતિનો આજે જ જન્મદિવસ હતો તેમજ ગતરાત્રિએ દીકરીઓએ પરિવારજનોને વીડિયો કોલથી દર્શન કરાવ્યા હતા. સરકાર વહેલીતકે પોતાની દીકરીઓના મૃતદેહને વતનમાં લાવવા મદદ કરે તેવી પરિવારજનોએ અરજ કરી છે.
કેદારનાથમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે વાતચીત કરી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સૌપ્રથમ ત્રણેય દીકરીઓનું નજીકની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ રસ્તા માર્ગે કે પછી દેહરાદૂનથી હવાઈ માર્ગે તેમના મૃતદેહને ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી ગુજરાત રાહત વિભાગના આધિકારિત સૂત્રો પાસેથી મળી છે.. કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીનાં મોત નીપજતાં રાજ્ય સરકારે દુઃખ વ્યકત કર્યું છે. મૃતક યુવતીઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.