અમેરિકા મા કિર્તીદાન સાથે જોવા મળ્યો નવો કમો જેણે અમેરિકા મા ધુમ મચાવી દીધી ! જાણો કોણ છે સાગર પટેલ જે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, એક મનો દિવ્યાગ કમો આજે ગુજરાતનો સેલિબ્રેટી બની ગયો છે.’કમાની કીર્તિ કોઠારિયાથી કેનેડા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ શ્રેય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને જાય છે. જે રીતે ‘પારસ’ના સ્પર્શથી પથ્થર ‘સોનું’ બની જાય એમ કીર્તિદાનના સ્નેહભર્યા સ્પર્શથી નાનકડા ગામનો ‘કમો’ હવે ડાયરા અને નોરતાંમાં સ્ટેજની શાન બની ચૂક્યો છે. હાલમાં ફરી એકવાત કીર્તિદાન ગઢવીએ કેનેડાનામાં પણ વધુ એક કમાં જેવા દેખાતા સાગર પટેલ પાસે ડાન્સ કરાવીને તેને લોકપ્રિય બનાવી દીધો છે.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી હાલમાં કેનેડાની ટૂર પર છે. હાલમાં જ 15 ઓક્ટોબરે વિન્ડસરમાં કીર્તિદાને ગરબાની રમઝટ બોલાવી હતી, સાથે જ આ પ્રોગ્રામમાં ખેલૈયાઓને એક ખાસ સરપ્રાઈઝ આપવામાં આવી હતી, જે જોઈ સૌથી કોઈ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. આ પ્રોગ્રામમાં સ્પેશિયલ અમેરિકાથી ” અમેરિકાનો કમો ” આવ્યો હતો અને આ કમાને જુઓએટલે કોઠારીયાનો કમો લાગે.
ગુજરાતના કોઠારિયાના કમાની જેમ જ આબેહૂબ દેખાતો આ કમો પણ મૂળ ગુજરાતનો છે અને હાલમાં અમેરિકામાં રહે છે. આ કમાને જોઈને લોકોમાં ઉત્સાહ વધી ગયો હતો. અમેરિકન કમાએ પણ ‘પુષ્પા’ સ્ટાઈલમાં ડાન્સ કરી લોકોનાં દિલ જીતી લીધા હતા.આ પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર જય સરદાર ગ્રુપ તેમજ સિદ્ધિ એન્ટરટેઇનમેન્ટ ઓર્ગેનાઇઝર તરફથી કરવામાં આવ્યું હતું. આ ઓર્ગેનાઇઝર હતા મનોજ પટેલ, તેઓ મૂળ કલોલના હાલ કેનેડા સ્થિત છે.
તેઓ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તીદાન ગઢવી દ્વારા અમેરિકાથી કમો બોલાવવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાતમાં જે કમો ધૂમ મચાવી રહ્યો છે એમ આ કમાએ પણ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીતી લીધા હતા.વિન્ડસર ખાતેના પ્રોગ્રામમાં હાજરી આપવા આવેલ કમાએ અમેરિકાનો છે અને તેમના વિશે માહિતી જાણીએ તો આ કમો એટલે મૂળ સુરત ખાતેના બારડોલી સાગર મહેશભાઈ પટેલ.
View this post on Instagram
સાગરભાઈ પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. સાગર પટેલ અમેરિકામાં ઓક્લાહોમામાં રહે છે. તેઓ પણ હેન્ડિકેપ છે. તેઓ વધારે બોલી શકતા પણ નથી. થોડું થોડું બોલે છે અને અમેરિકામાં પણ તેઓ કોઈ સંસ્થામાં રહે છે. જ્યારે તેઓ સ્ટેજ ઉપર આવ્યા ત્યારે લોકોમાં ઉત્સાહ વધી ગયો હતો તેમજ અમેરિકાના આ કમા સાગર પટેલ પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. ખરેખર સાગરભાઈ ગુજરાતનાં કમાની જેમ હવે ટૂંક સમયમાં લોકપ્રિય થઈ જશે.