Gujarat

સુરત ના પટેલ યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યુ ! સ્યૂસાઇડ નોટ મા પત્ની માટે લખ્યુ કે ” અંકિતા આઈ મિસ યુ..

આપણે જાણીએ છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. કહેવાય છે ને માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો ક્યારેક પત્નિનાં ત્રાસ થી કે કોઈ અન્યકારણોસર જીવન ગુમાવી દેતા હોય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના સુરત શહેરની છે.

ડીંડોલી વિસ્તારમાં25 વર્ષીય યુવકે પત્નીના મોહમાં સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટએ બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ. આ ઘટનાને કારણે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન વિશે જાણીએ તો, 25 વર્ષીય આકાશ વિનોદભાઈ પટેલનાંથોડા મહિના પહેલાં લગ્નન થયા હતા.

આ બન્ને જણા ખૂબ જ સારી રીતે રહેતા હતા, પરંતુ આ બન્ને વચ્ચે એક દિવસ કોઈ વાતે બોલા ચાલી થતા પત્ની પિયરે જતી રહી હતી.”આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો.

ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો. આજે સુસાઇડ નોટ લખી તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટના કેટલાક અંશો “અંકિતા આઈ મિસ યુ હું તને પ્રેમ કરું છું. હું તને સીધે સીધું નથી કહી શકતો. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા તને જોવા માટે હું તડપુ છું.

મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલ ના કારણે જ મેં તને ગુમાવી છે. અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારા મા બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઇ લવ યુ.”હાલ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!