લોકો ફોનમાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા ત્યારે આ મુસ્લિમ યુવકે પળવાર પણ વિચાર્યા વિના મચ્છુમાં ફૂદી પડ્યો અને 50 થી વધુ લોકો ના જીવ બચાવ્યા
આપણે જાણીએ છે કે, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ બચાવકામગીરી કરનાર સૌ જવાનો અને સ્વંયસેવકોની કામગીરી પણ ખુબ જ સરહાનિય છે, આ કપરા સમયમાં સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે. નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર એ ખુબ જ કઠિન કાર્ય છે. આ હોનારતમાં એક યુવાનએ ખુબ જ સરહાનીય કામગીરી કરી છે. જેની ચર્ચા ગુજરાતભરમાં દરેક જગ્યાએ થઇ રહી છે. ચાલો અમે આપને આ યુવાન વિષે જણાવીએ.
જ્યારે લોકો આવા દુઃખદ ઘટનાના વિડીયો ઉતારી રહ્યાં હતા એવા સમયમાં હુસેન પઠાણ નામના યુવાને પોતાના જીવની પ્રવાહ કર્યા વગર લોકોને બચાવા નદીમાં કૂદી પડ્યો હતો. આપણે એ દુઃખદ ઘટના વિષે જાણીએ છે કે, મોરબીમાં મચ્છુ નદી પર પાંચ દિવસ પહેલા જ ખુલ્લા મૂકાયેલો ઝૂલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડ્યો હતો. આ બ્રિજ પર 500 થી વધુ લોકો હાજર હતા.
આ દુર્ઘટનાની જાણ થતા જ મુસ્લિમ યુવક હુસેન પઠાણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હુસેન પઠાણ મોરબીનો જ છે અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે એક તરફ ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા દુર્ઘટનાને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત બની ગયા હતા. ત્યારે હુસૈન પઠાણે પોતાના રહેલ આવડતને લોકોના જીવ બચાવવામાં ઉપયોગ કયો હતો. યુવાને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેને તરતા સારું આવડતું હતું એટલે કઈ પણ વિચાર્યા વગર નદીમાં કૂદી પડ્યો હતો.
હુસેનએ નદીમાં કૂદકો મારીને લોકોના જીવ બચાવવામાં લાગી ગયા હતા. તેમણે 50 જેટલા લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. ખરેખર હુસેનએ પોતના જીવની ચિંતા કર્યા વગર જ લોકોના જીવ બચાવ્યા છે. આજે ગુજરાતના દરેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. એક વાત તો સાબિત થઇ ગઈ કે આ જગતમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચેનો ભેદ તો માત્ર માનવી એ જ બનાવ્યો છે.
દરેક વ્યક્તિમાં એક સમાન જીવ વસે છે અને આ જગતમાં માનવ સેવા એજ પ્રભુ સેવા છે તેમજ માનવતાથી મોટો ધર્મ કોઈ નથી એ હુસેન પઠાણ લોકોને સમજાવ્યું છે. ખરેખર હુસેન પઠાણની કામગીરી ખુબ જ સરહાનીય છે. સરકારે પણ આ કામગીરીની નોંધ જરુર લેવી જોઈએ કારણ કે તેના થકી 50 લોકોનો જીવ બચ્યો છે. ખાસ વાત એ કે, હાલમાં તો લોકો દ્વારા બ્રિજના સમારકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે તેવી ઓરેવા (Oreva) કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહામ અને દેવાંગ પરમારનો સમાવેશ થાય છે.આ તમામ લોકો સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશયલ ટીમ પણ બનાવી છે