Gujarat

જામનગરમાં શાકભાજીની લારી ચલાવનારની દીકરી બની ન્યાયાધીશ ! એક સમયે ફી ભરવા ના રુપીઆ…

બંધ આંખે જોયેલા સ્વપ્ન તો સૌ સાકાર કરી બતાવે પરંતુ ખુલી આંખે સપના જોઈને સાકાર કરનારા બહુ ઓછા લોકો હોય છે. આજે અમે એવી યુવતી વિશે જણાવીશય જેના પિતા શાકભાજીની લારી ચલાવે છે. આ દીકરીએ પોતાની મહેનતથી અમે આત્મવિશ્વાસ સાથે પોતાનું સપનું પૂરું કરીને ન્યાયધીશ બની છે. ચાલો અમે આપને આ પ્રેરણાદાયી કહાની વિશે જણાવીએ.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરમાં શાકભાજીની લારી ચલાવતા પર્વતભાઈની દીકરી પાર્વતીબેન દેવરામભાઈ મોકરીયાએ સામાજિક અને આર્થિક મુશ્કેલી સામે સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં 35માં ક્રમે સ્થાન મેળવ્યું છે.

પાર્વતીબહેનની પરિસ્થિતિ જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે. તેમનો પરિવાર ઝુપડપટ્ટીમાં રહેતો હતો તેમના પરિવારમાં તેમના સિવાય અન્ય ત્રણ ભાઈ બહેનો પણ છે તેમનું ભણવાનું હતું. પરંતુ ધોરણ 12 પછી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ અને તે બાદ પ્રાઇવેટ કંપનીમાં આર.એ નોકરી કરી ઘરમાં મદદ તેમજ ભણવાનો ખર્ચો જાતે ઉપાડી આ સપનું પૂરું કર્યું છે.

ખાસ વાત એ છે કે, એલએલબી ચાલુ હતું તે સમય દરમિયાન લગ્ન થયા. સાસરી પક્ષના વિરોધ વચ્ચે વર્ષ 2016માં એલએલબી પૂર્ણ કર્યું. અને તે જ વર્ષમાં ન ભણવા દેવાના તેમજ અન્ય અનિવાર્ય સંજોગોને કારણે પતિથી અલગ થઈને અલગ જીવન શરૂ કરવાનું નક્કી કર્યું હતું.આ દિવસોમાં પણ વકીલાતની પ્રેક્ટિસ શરૂ રાખી હતી. જીવનના આ કઠિન સમયમાં સતત હિંમત અને માર્ગદર્શન તેમના સાથી વકીલે આપ્યું હતું.

પરીક્ષાની તૈયારી છેલ્લા સાત મહિનાથી જ કરી રહી હતી. દિવસમાં જેટલા કલાક વાંચતી તેમાં પૂરું ધ્યાન આપતી હતી. રાતનો સમયે મારા માટે વધુ અનુકૂળ હતો જેથી વધુ પડતું વાંચન રાત્રે જ કરતી હતી. પરંતુ જે વાંચતી તે એકદમ ફોકસથી વાંચતી હતી અન્ય કોઈ પણ વિચારો અને જીવનમાં ચાલતી ઘટનાઓને મારા પર હાવી ન થવા નો દઈને સંપૂર્ણ ધ્યાન વાંચવામાં જ કેન્દ્રિત કરતી હતી. જે મહેનત રંગ લાવી છે.

પાર્વતીબેનએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે ભાઈ અને બે બેન છે જેમાંથી એક ભાઈ અને એક બેન ના લગ્ન થઈ ગયા છે. પિતા દેવરામભાઈ મોકરીયા શાકભાજીની લારી ચલાવે છે. તેમણે સંઘર્ષ કરીને અમને ભણાવ્યા છે. પહેલા બી.કોમ પછી એમ. કોમ અને ત્યારબાદ એલએલબી કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!