હવામાન વિભાગ એ કરી મોટી આગાહી ! જણાવ્યુ વાવાઝોડુ ની કેટલા દીવસ રહેશે અને ક્યા ક્યા વરસાદ પડી શકે…
ગુજરાતના માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું લેન્ડ થયું છે, ત્યારે આ વાવાઝોડું અત્યાર સુધીમાં એટલે કે 9 દિવસ અને 16 કલાક સુધી સક્રિય રહ્યું હતું. આ વાવાઝોડું લેન્ડફોલ થયું છે છતાં પણ હવામાન વિભાગ એ કરી મોટી આગાહી ! જણાવ્યુ વાવાઝોડુ ની કેટલા દીવસ રહેશે અને ક્યા ક્યા વરસાદ પડી શકે છે? ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
વાવાઝોડાના કારણે કચ્છમાં સંખ્યાબંધ વીજ થાંભલા, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. એક તરફ આ વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે છતાં પણ આ વાવાઝોડાની અસર હજુ પણ બે દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે.
આ વાવાઝોડું જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બિપોરજોય વાવાઝોડાએ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાકાંઠાને ક્રોસ કર્યુ છે. આ વાવાઝોડુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે.
બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના 170થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ ત્રણ ત્રણ કલાકે તેની સ્પીડ પણ ઘટતી જશે. સાંજ સુધીમાં પવનની સ્પીડ 45-55 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
