રાજકોટમાં બન્યો દુઃખદ બનાવ: કુંભાર સમાજના બે સગા ભાઈઓનું થયું કમકમાટી ભર્યું મોત,મોતનું કારણ જાણી હૈયું કંપી જશે..
ગુજરાતમાં અકસ્માતના બનાવો દિવસને દિવસે ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદાયી બનાવ બન્યો છે. સાંજ સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રકે બાઇક પર જઇ રહેલા બે યુવાન કુંભાર બંધુઓને હડફેટે લેતા એક ભાઈનું ઘટના સ્થળે જ્યારે બીજાભાઇનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું.
આ અકસ્માત અંગે જાણીએ વિગતવાર માહિતી જાણીએ તો આજ રોજ સવારે 11 વાગ્યે આસપાસ 150 ફુટ રીંગ પર અયોધ્યા ચોકથી આગળ માધાપર ચોકડી નજીક પુરપાટ ઝડપે રહેલા ટ્રકે બાઇક સવાર જીત નારીગરા અને તેમના મોટા ભાઇ ભાવેશભાઇ હડફેટે લેતા જ ગંભીર ઇજા પહોંચેલ જ્યારે એકભાઈનું ઘટના સ્થળે જ મોત થયું.
ઇજાગ્રસ્ત ભાવેશને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ અંતે સારવારમાં દરમિયાન મુત્યુ થયું.બંનેભાઈના મોતથી પરિવારજનોમાં શોકનો માહૉલ છવાઈ ગયો હતો. જીત અને ભાવેશ તેમજ તેમના પિતા નીતિનભાઇ ત્રણેય ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે.
આજે પણ તેઓ ફર્નિચર કામ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ બંને ભાઈઓને કાળ આંબી ગયો. જીતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા જેને સંતાનમાં કંઇ નથી. જયારે ભાવેશના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા હાલ તેને બે દિકરીઓ છે, જેમને પિતાની છત્રછાંયા ગુમાવી દીધી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
