અમેરિકામાં બેફામ પોલીસ વાહને ભારતીય યુવતીનો ભોગ લીધો ! લાશ જોઈ તપાસ કરવા આવેલ વિદેશી પોલીસ અધિકારી હસ્યો અને મજાક ઉડાવી…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો લોકોને એવુ હોય છે કે તેઓ વિદેશમાં જઈને પ્રગતિ કરી લેશે જેમાંથી અનેક લોકો આ વાતને લઈને સફળ રહેતા હોય છે જયારે અમુક લોકો આ વાતને લઈને ખોટા સાબિત થતા હોય છે, એવામાં મુખ્ય વાત તો એ છે કે વિદેશની અંદર અનેક વાર એવી ભારતીય લોકોની હત્યા, ચોરી, લૂંટ તથા આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, એવામાં અમેરિકામાંથી એક ખુબ જ ચોકવી દેતી ઘટના સામે એવી છે જેમાં પેટ્રોલિગ કરતા પોલીસ વાને ભારતીય મહિલાને કચડી નાખી હતી.
ઘટના અંગે જાણવા મળ્યું છે કે મૃતક યુવતનું નામ જાહન્વી કુંડલા છે જે 23 વર્ષીય હતી, એવામાં વિદેશમાં બેફામ રીતે આવતા પોલીસ વાહને તેને ટક્કર મારતા જાહન્વીનું નિધન થયું હતું જેને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું કારણ કે પરિવારે એક દીકરીને ગુમાવી દીધી હતી, એવામાં આ ઘટનાને લઈને લોકો રોશે ભરાયા હતા કારણ કે જાહન્વીના મૌત પર અમેરિકાના પોલીસકર્મી હસતો હોય તથા મજાક ઉડાવતા હોય તેવું બોડીકેમમાં કેદ થયો હતો.
એવામાં આ વિડીયો વાયરલ થતા સૌ કોઈનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો, હાલ આ ઘટનાને લઈને સીએટલ પોલીસ યુનિયન નેતાઓ વિરુદ્ધ હાલ જાંચ શરૂ કરવામાં અવી છે, એવામાં સોમવારનાં રોજ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જાહન્વી દુર્ઘટના સાથે જોડાયેલ આ ઘટના વિશે જણાવતો જોવા મળ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે 23 જાન્યુઆરીના રોજ તેના સહયોગી અધિકારી એવી કેવિન ડેવે કારની ચપેટમાં લીધી હતી. જયારે જાહન્વી થોમસ સ્ટ્રીટ પાસે ચાલી રહી હતી ત્યારે જ પોલીસના વાહને તેને ટક્કર મારી દીધી હતી.
ટક્કર એટલી ખતરનાક હતી કે જાહન્વી દૂર જઈને પડી હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ હતું, આ બાદ ત્યાંની સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી અવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં ડેનિયલ આડરર જાહન્વીના મૌત પર બેશરમની જેમ હસતા બોડી કેમેરામાં કેદ થયો હતો. અધ્યક્ષ ડેનિયલ ઓડૅરર સાથેની વાતની એક રેકોર્ડિંગ સામે આવ્યું હતું જેમાં તે વાત કરી રહ્યો હતો કે “તે મરી ચુકી છે અબે એના જીવનની અધિક કિંમત હતી નહીં, આવું કહ્યા બાદ આડરર હસવા લાગે છે અને મજાક ઉડાવતા કહે છે કે તે આમ શખ્સ છે, ફક્ત 11 હજાર ડોલરનો ચેક લખી દયો, એમ પણ એ 26 વર્ષની હતી, તેનું મૂલ્ય કેટલું હતું!!
આડરરે એમ પણ કહ્યું હતું કે ડેવની ગાડી 80 કિમિ પ્રતી કલાકની ઝડપે ચાલી રહી હતી, એવામાં જૂનની અંદર તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમનું રફ્તાર 150 કિમિ પ્રતી કલાકની હતી જયારે નક્કી સ્પીડની સીમા 40 કિમિ પ્રતી કલાકની હતી.