Gujarat

સ્વર્ગથ મહીપતસિંહના કાર્યને સાર્થક કરી રહ્યા છે રાજદીપસિંહ જાડેજા!દાદાના સ્મરણાર્થે કર્યું એવું કાર્ય કે જાણીને વખાણ કરશો….

ગુજરાતમાં રિબડા ગામનું નામ આવતાની સાથે જ મહીપતસિંહ જાડેજાનું નામ યાદ આવી જાય. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ આઝાદી પછી ‘બહારવટિયા’ જાહેર થયેલા અને તેમણે ગામના સરપંચથી લઈને ધારાસભ્ય બનીને અનેક લોકો માટે સેવાકીય અને વિકાસલક્ષી કાર્ય કર્યા.

મહીપતસિંહ જાડેજાનો જન્મ તા. 24 મે 1936ના રોજ બ્રિટિશ ભારતમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય ખેડૂત પરિવારમાં થયેલો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ સારા કાર્ય કર્યા અને આજે તેમનો વારસો તેમનો પૌત્ર એટલે કે રાજદીપ અનિરુદ્ધસિંહ જાડેજા નિભાવી રહ્યા છે. આપણે જાણીએ છે કે મહિપતસિંહ પોતાનું જીવતું જગતિયું કરેલ.

આજે ભલે તેઓ આ દુનિયામાં ન હોય પરંતુ તેમના પુત્ર અને પૌત્ર આજે પણ લોક સેવાની ટેકને જાળવી રાખી છે. તમને જણાવી દઈએ કે સેવા એજ પરમ ધર્મ ના હેતુને સાર્થક કરવા માટે રાજદીપ સિંહ જાડેજા આર.એ.આર ફાઉન્ડેશ ચલાવે છે, અને આ ફાઉન્ડેશન સેવાકીયત પ્રવુતિ અને લોક કલ્યાણ અર્થે જોડાયેલ છે.

o

હાલમાં જ RAR ફાઉન્ડેશન દ્વારા શ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજા ના સ્મરણાર્થે તારીખ ૯/૯/૨૦૨૩ ના રોજ રાજદીપસિંહે પોતાના નિવાસસ્થાન રીબડા થી ગોંડલ તાલુકાના રીબડા રીબ અને સડક પીપળીયા એમ ત્રણ ગામના વૃદ્ધ વડીલોને નાથદ્વારા, પુષ્કર,હરિદ્વાર,ગોકુળ,મથુરા ની ૧૫ દિવસની જાત્રા માટે વિદાય આપેલ. આ પ્રસંગે  શ્રી મહિરાજ બજરંગ બલીના મંદિરમાં સૌ જાત્રાળુઓ માટે ભોજન સત્કારનું આયોજન પણ કરેલ. ખરેખર રાજદીપસિંહ ખૂબ જ સારી સેવાકીય પ્રવુતિ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!