ગિરનાર પરિક્રમામાં ગયેલ દીકરીને જીવ ગુમાવાનો વારો આવ્યો, ઘટના એવી ઘટી કે જાણી તમારી આંખ માંથી આંસુ સરી પડશે….
ગિરનાર લીલી પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક દુઃખદ ઘટના બની છે. રાજુલા તાલુકાના વિક્ટર ગામની કુ. પાયલ સાખટ નામની 11 વર્ષીય બાળકી ગિરનારના બોરદેવી વિસ્તારમાં લઘૂશંકા કરવા ગઈ હતી. આ દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. વનવિભાગ દ્વારા પાયલની શોધખોળ કરવામાં આવતા તેની મૃતદેહ મળી આવ્યો હતો.
આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પાયલના મૃત્યુથી પરિવારજનોને અપાર આઘાત લાગ્યો છે. આ દુઃખદ ઘટનાને કારણે પરિક્રમાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. કારણ કે પરિક્રમાર્થીઓને ચિંતા છે કે શું આવનારા સમયમાં પણ આવી ઘટનાઓ બનશે? વનવિભાગ દ્વારા પરિક્રમા માર્ગ પર દીપડાને પકડવા માટે કામગીરી શરૂ થેયલ જેથી અન્ય પરિક્રમાર્થીઓમોં જીવ જોખમમાં ન મુકાય.
આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં દુઃખનો માહોલ છવાયેલ, રાજુલાના ધારાસભ્ય શ્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું તેમજ પરિવારજનો માટે સહાયની માંગ કરી છે તેમજ વન વિભાગને પણ સૂચનો આપેલ કે આવી દુઃખદ ઘટના ફરી ન બને. સૌથી ખાસ વાત એ છે કે, આ દુઃખદ ઘટનાને કારણે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, “જૂનાગઢ લીલી પરિક્રમામાં રાજુલા તાલુકાના વિક્ટર ગામની કુ.પાયલ સાખટ નામની દીકરીને દીપડાએ હુમલો કરતા નિધન થતા અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.”
હાલમાં તો આ દુઃખદ ઘટનાથી ગિરનાર લીલી પરિક્રમાના સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. વનવિભાગ દ્વારા પરિક્રમા માર્ગ પર દીપડાના હુમલાને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. કારણ કે લાખો લોકો ગાઢ જંગલ વચ્ચે રહે છે, જેથી વન વિભાગ દ્વારા ખાસ તકેદારી અને કાળજીઓ જરૂરી છે.
