રાજકોટમાં ધો. ૧૦માં 99.7 PR મેળવનાર દીકરીનું દુઃખદ નિધન થતાં, પરિવાર કર્યું ચક્ષુદાન અને દેહદાન…જાણો પૂરી વાત
મોત વ્યક્તિના જીવનના આંગણે ક્યારે આવીને ઊભું રહી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ રાજકોટ શહેરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. આ દુઃખદ ઘટના અંગે જાણીને તમારું હૈયું પણ રડી પડશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. આ ઘટના પર થી એટલું ચોક્કસ કહી શકાય કે જીવનમાં ક્યારે શું બનાવ બને તે કોઈ નથી જાણતું.
હાલમાં જ પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર રાજકોટ શહેરની હિર ઘેટીયા નામની દીકરીનું બ્રેઈન હેમરેજથી દુઃખદ નિધન થયું છે. આ દીકરી ભલે દુનિયા છોડીને ચાલી ગઈ પરંતુ અન્યને નવું જીવન આપીને ગઈ.
. હીરના માતા-પિતાએ ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય કરી સમાજમાં એક દાખલો બેસાયો છે. ગુજરાતી જાગરણના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, મૃતક હીરના માતા પિતા એ ખૂબ જ સરાહનીય પગલું ભર્યું છે.
પોતાની દીકરીના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય લીધો.
આ દીકરીએ હાલમાં જ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૯.૭ % PR મેળવેલ પરંતુ આ દીકરી પાસ થવાની ખુશી મનાવે એ જ પહેલા તેના જીવનમાં એક દુઃખદ બનાવ બની ગયેલ.
મૃતક હિરને મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ રજા આપી હતી અને ત્યારબાદ અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલે લઇ આવવા આવ્યા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મગજનો 80 થી 90 ટકા ભાગ કામ નહોતો કરતો. આથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી આખરે ડૉકટરે મૃત જાહેર કરેલ. દીકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ પરંતુ અન્યને નવું જીવન આપ્યું. માતા-પિતા પોતાની દીકરીના ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.