કમોસમી વરસાદ બાદ હવે અંગ દઝાડતી ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર! હવામાન વિભાગે ગરમીને કરી મોટી આગાહી, કહ્યું તાપમાનમાં થશે વધારો
હાલમાં જ ભારે ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલ, કિરીટ ગૌસ્વામી તેમજ હવામાન વિભાગે આગાહી કરી હતી, કે આગામી સમયમાં વરસાદ આવશે,જેથી તારીખ ૧૨ થી ૧૬ મે સુધી ભારે ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ફરી એકવાર હવામાન વિભાગે કે ચોંકાવનારી આગાહી કરી છે.ખાસ કરીને ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે
ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. ખાસ કરીને આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા આવી શકે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ફરી એકવાર લોકોને ગરમી સહન કરવી જોશે. જેથી સૌરાષ્ટ્રવાસીઓ દિવસે હીટવેવમાં શેકાશે તો સાંજે વરસાદથી ભીંજાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે.
હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરી છે. તેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ હીટવેવની અસર રહેશે. એક તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.