ગુજરાતી ગીતોના સમ્રાટ કવીરાજ જીગ્નેશ બારોટ પરિવાર સાથે આ દેશમાં માણી રહ્યા છે વેકેશનની મોજ, જુઓ ખાસ તસવીરો
ગુજરાતના અનેક લોકપ્રિય કલાકારો વેકેશન અને કાર્યક્રમ માટે હાલમાં વિદેશના પ્રવાસ પર છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય કવિરાજ જીગ્નેશ બારોટ પણ પોતાના પરિવાર સાથે વિદેશના પ્રવાસ પર છે અને તેમણે હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીરો પોસ્ટ કરે છે.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જીગ્નેશ કવિરાજ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે, પોતાના પત્ની અને બાળકો સાથે. આ તસવીરો જ્યારે જીગ્નેશ બારોટે પોસ્ટ કરી ત્યારે સૌ સ્વજનો, મિત્રો અને ચાહકોએ વિદેશ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવેલ.
તમે પણ વિચાર કરતા હશો કે, આખરે કવિરાજ ક્યાં દેશના પ્રવાસ પર છે? ચાલો અમે આપને જણાવીએ કે, જીગ્નેશ બારોટ એટલે કે આપણા સૌના લોક લાડીલા કવિરાજ ઇન્ડોનેશિયા અને બાલીના પ્રવાસ પર છે. ખરેખર ઇન્ડોનેશિયા અને બાલી વેકેશન માટે ખુબ જ ખાસ સ્થળ છે. જેથી લોકો વેકેશન માટે બાલીને પસંદ કરે છે. કવિરાજ પણ બાલીમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બાલીની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કવિરાજનો એક નવો જ લુક જોવા મળ્યો છે.
ઇન્ડોનેશિયા અને બાલીની વિશેષતા વિષે આપને ટૂંકામાં જણાવીએ. ઇંડોનેશિયા પૂર્વી જંબુદ્વીપ(એશિયા)નો એક પ્રમુખ દેશ છે. ઇંડોનેશિયાના સૌથી સુંદર ટાપુમાંનો એક છે પરંતુ તમે ભૂરા સમુદ્ર, જ્વાળામુખીવાળા પહાડ અને અને મરીન લાઇફને નજીકથી જોવા માંગો છો તો તમારે એકવાર ઇંડોનેશિયા જરુર જવું જોઇએ. હાલમાં કવિરાજ ઇન્ડોનેશિયાની મોજ માણી રહ્યા છે, સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો પણ પોસ્ટ કરી છે, આ તસવીરોમાં સૌ ચાહકો તેમના નવા લુકના વખાણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.