Viral video

શું વિરાટ કોહલી લેશે નિવૃત્તિ ?? નિવૃત્તિ વિશે આપ્યા એવા સંકેત કે ક્રિકેટ ફેન સદમાંમાં, કહ્યું કે “હું સન્યાસ લઈશ પછી…

ભારતીય ટિમના ક્રિકેટર વિરાટ કોહલી પોતાના ક્રિકેટ કરિયરમાંથી ક્યારે સંન્યાસ લેશે? તમે પણ વિચારમાં પડી જશો કે શું ખરેખર વિરાટ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યા છે? ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે ક્યાં કારણોસર સોશિયલ મીડિયા પર વિરાટ કોહીલીના સંન્યાસીની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ખરેખર આ ઘટના ખુબ જ વિચારશીલ છે. આ વિડીયોને કારણે ક્રિકેટ રસિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે

હાલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે તેની IPLમાં મહત્વપૂર્ણ મેચ રમશે.આ મેચ પહેલા, બેંગલુરુમાં આયોજિત RCBના રોયલ ગાલા ડિનરમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીને તેની નિવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.વિરાટ કોહલીએ એવો જવાબ આપ્યો છે કે, ક્રિક્રેટ રસિયાઓમાં ચિંતાનો માહોલ સર્જાયોછે.

વિરાટ કોહલીએજણાવ્યું છે લે, , ‘તે એકદમ સરળ છે, મને લાગે છે કે એક ખેલાડી હોવાને કારણે અમારી કારકિર્દીની એક અંતિમ તારીખ છે, હું મારી કારકિર્દીને એ વિચારીને સમાપ્ત કરવા નથી માંગતો કે ‘ઓહ, હવે તે શું કરશે ખાસ દિવસ છે?’. કોહલીએ વધુમાં કહ્યું કે હું હંમેશા સતત ગતિએ ચાલી શકીશ નહીં. તેથી, હું કોઈપણ અધૂરું કાર્ય પાછળ છોડીશ નહીં, અને હું કોઈ અફસોસ કરવા માંગતો નથી.

આ દરમિયાન કોહલીએ એવો પણ સંકેત આપ્યો હતો કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા લાંબો બ્રેક લેશે. આ પહેલા કોહલી ઘણીવાર પોતાની નિવૃત્તિની યોજના અંગે મૌન રહેતો હતો. કોહલીએ કહ્યું- એકવાર મારું કામ (ક્રિકેટ સફર) પૂર્ણ થઈ જશે, હું નીકળી જઈશ, તમે થોડા સમય માટે મને જોઈ શકશો નહીં. તેથી જ્યાં સુધી હું રમી રહ્યો છું, હું મારું સર્વસ્વ આપવા માંગુ છું. હાલમાં વિરાટ કોહલી નિવૃત્તિ નથી લઇ રહ્યા પરંતુ માત્ર તેમને વાત જણાવી છે કે, તે જ્યારે પણ નિવૃત્તિ લેશે એ પહેલા એક લાંબા સમય સુધી વિરામ લેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!