ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના હાથ રહેલ આ બેગ મામુલી નથી! આ બેગની કિંમત છે લાખો રૂપિયા, ભાવ જાણી હોશ ઉડી જશે….
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જેથી તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ખાસ તસવીરો શેર કરીને પોતાના ચાહકોને આ વાતની જાણ કરી હતી. સૌથી ખાસ વાત એ છે કે, કિર્તીદાન ગઢવીએ જે તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, કિર્તીદાન ગઢવીના હાથમાં gucci કંપનીનું એક ટ્રાવેલ બેગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બેગ કોઈ સામાન્ય બેગ નથી. આ બેગની કિંમત લાખો રૂપિયામાં છે. ચાલો અમે આપને જણાવી કે આ બેગની કિંમત શું છે.
કિર્તીદાન ગઢવીના હાથમાં જે કિંમતી બેગ છે, તે gucci કંપનીનું છે. આ બેગની કિંમત $ 3450 છે, ભારતીય ચલણ અનુસાર આ બેગની કિંમત રૂ. 287290.13 થાય છે. ખરેખર આ વાત સાંભળીને નવાઈ લાગશે કે પોણા ત્રણ લાખ રૂપિયાનું આ બેગ છે. આ બેગ બૉલીવુડના સેલિબ્રેટીઓ પણ વાપરે છે.આપણા ગુજરાતી કલાકારોમાં ભાગ્યે જ કોઈ કલાકાર પાસે આ કિંમતી બેગ હશે. ખરેખર આ બેગ ખુબ જ સુંદર છે અને આ બેગની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
કિર્તીદાન ગઢવી દરેક બ્રાન્ડેડ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે, જેથી તેમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન આ ખાસ બેગ સાથે લીધું છે. આ બેગ જોઈને કદાચ સામાન્ય લાગે પરંતુ આ બેગ ખુબ જ કિંમતી હોવાથી સામાન્ય વ્યક્તિ પાસે આ બેગ હોતું નથી. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કિર્તીદાન ગઢવીના બેગની ચર્ચાઓ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીનું જીવન ભલે વૈભવશાળી હોય પરંતુ તેમનું વ્યક્તિત્વ ખુબ જ સાદગીભર્યું છે.