અમદાવાદની ગરમી શાહરુખ ખાનથી સહન ન થઈ!! લુ લાગી જતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા એડમિટ, હવે તબિયત…
હાલમાં ગુજરાતના તમામ શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ગરમીનું પ્રમાણ વધારે હોવાથી લોકોને સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. આકરી ગરમીના કારણે લૂ લાગી શકે છે તેમજ હિટવેવ સ્ટ્રોકનું જોખમ પણ વધારે રહે છે. ખરેખર હાલમાં જ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી જોઈએ અને તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. હાલમાં જ બૉલીવુડના સુપરસ્ટાર અમદાવાદના મહેમાન બન્યા હતા પરંતુ અમદાવાદની ગરમી તેમને કાબુમાં લઇ લીધા અને શાહરુખ ખાનને લૂ લાગી ગઈ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા.21 મેના દિવસે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024ની પહેલી ક્વોલિફાયર રમાઈ હતી. જેથી શાહરુખ ખાન પણ બે દિવસ અમદવાદમાં જ હતા પરંતુ અમદાવદની ગરમી શાહરુખને માફક ન આવી અને ડીહાઇડ્રેશન થતા તેમને લુ લાગી ગઈ.
સૌથી ખાસ વાત એ છે કે, શાહરુખ ખાન મેદાન પર રહ્યા હતા અને ફેન્સનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા. ત્યારપછી તેઓ મોડી રાતે પોતાની ટીમ સાથે ફાઈવ સ્ટાર હોટેલ પહોંચ્યા જ્યા તેમનું સ્વાગત કરાયું અને બાદમાં તબિયત બગડી હતી જેથી તાત્કાલિક જ શાહરુખ ખાનને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ શાહરુખ ખાન કે.ડી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ કારણે હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
લૂથી બચવા માટે તકેદારી:
તમારા શરીરને હાઇડ્રેટ રાખો:પુષ્કળ પાણી પીવો, ખાસ કરીને ગરમ દિવસોમાં.ઠંડા પાણીનો શાકભાજીનો સૂપ, ઇલેક્ટ્રોલાઇટ યુક્ત પીણાં અને નારિયેળ પાણી પીવો.
ગરમીમાં બહાર જતા પહેલા અને પછી ઓછામાં ઓછા બે ગ્લાસ પાણી પીવો.તરબુચ, ટેટી, શેરડી, કેરી જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.