સુરતના આ પિતા પુત્રી ખજુરભાઈ માટે સાઇકલ લઇને ચારધામની જાત્રા કરવા નીકળ્યા, ખજુરભાઈ ને કહી આ ખાસ વાત….જુઓ વિડિયો
આપણા ગુજરાતમાં ખજુરભાઈને સૌ કોઈ ભગવાન તુલ્ય સમજે છે, ખજૂર ભાઈ માનવ સેવાને અર્થે ખૂબ જ ઓળખાય છે. આજના સમયમાં માનવ સેવા કરવી એ ખૂબ જ કઠિન કામ છે પરંતુ ખજૂર ભાઈ દિન પ્રતિદિન માનવ સેવામાં જોડાયેલા રહે છે ખજૂર ભાઈ અત્યાર સુધીમાં અનેક લોકોને ઘર બનાવી આપ્યું છે અને નિરાધારના આધાર બન્યા છે.
હાલમાં વીડિયો વાયરલ થયો છે આ વિડીયો જોઈને તમને સમજાય જશે કે લોકો ખજૂર ભાઈ પ્રત્યે પ્રેમની ભાવના ધરાવે છે. સુરતના અશોકભાઈ અને તેમની નાની દીકરી ક્રિષ્ના સાઇકલ લઈને ચારધામની યાત્રાએ નીકળી પડ્યા છે. અશોકભાઈ ની નાની દીકરી ક્રિષ્ના ખજુરભાઈ ની ચાહક છે અને તેમણે તેમના પિતાને કહેલું કે આપણે અજયભાઈ માટે ચારધામની યાત્રા કરવી છે માત્ર દીકરીના કહેવાથી અશોકભાઈ સુરત થી સાયકલ લઈને નીકળી પડ્યા છે.
સૌથી ખાસ વાત તો એ છે કે અશોકભાઈ અને તેમની પુત્રી અત્યાર સુધી ખજૂર ભાઈ ને ક્યારેય મળ્યા પણ નથી છતાં પણ તેઓ અચૂક વિશ્વાસ સાથે અને તેમની પર એટલી શ્રદ્ધા ધરાવે છે કે તેઓ તેમને ખજુર દાદા કહીને સંબોધે છે. સફાઈ કહ્યું કે ખજૂર ભાઈ એ ગરીબ લોકો માટે ભગવાન સમાન છે. ખરેખર આ પિતા પુત્રી એ જે કાર્ય કર્યું છે તે ખૂબ જ વખાણવા લાયક અને એક નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.