Gujarat

ગુજરાતના માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીની જુંગલબંધીએ ઓસ્ટ્રેલિયામાં મચાવી લોકડાયરાની રમઝટ, જુઓ આ ખાસ વિડીયો આવ્યો સામે…

ગુજરાતી કલાકારોની બોલબાલા જેટલી ગુજરાતમાં છે તેથી વધુ વિદેશમાં છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે દેશના ખૂણે ખૂણે ગુજરાતી રહ્યા છે અને આ ગુજરાતીઓએ આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે એટલે જ દેશ વિદેશમાં પણ આજે ગરબા તેમજ લોક ડાયરાનું આયોજન થાય છે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ કિર્તીદાન ગઢવી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે.

આ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં તેઓ ગુજરાતી લોક ડાયરાની રમઝટ બોલાવશે પહેલી વાર કિર્તીદાન ગઢવી ને માયાભાઈ આહીર ની જુગલબંધી લોકોને માણવા મળશે. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે માયાભાઈ આહીર તેમજ કિર્તીદાન ગઢવી એક સાથે ડાયરાની રમઝટ બોલાવી હતી અને તમામ ગુજરાતીઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર એક એવા કલાકાર છે તેમને પોતાના જીવનમાંથી પુણ્ય માટે સંઘર્ષ કરી છે અને આજે આ સફળતાના શિખરે પહોંચ્યા છે કે તેમની બોલબાલા આજે દેશ વિદેશમાં પણ છે. ખરેખર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીના વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે આ બંને કલાકારોએ આજે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતી ગીતો અને લોકસાહિત્ય નું રસપાન કરાવીને આ પણ ગૌરવ વધાર્યું છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!