Gujarat

દુપટ્ટા-ટોપી છોડો, રેનકોટ-છત્રી કાઢવાનો વારો આવ્યો ! અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને ખુબ મોટી આગાહી, આવનાર આ તારીખમાં ભુક્કા કાઢી નાખે એવો…

હાલમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ સતત વધી રહ્યું છે ત્યારે આવી આકરી ગરમીમાં સૌ કોઈ મુશ્કેલી બેઠી રહ્યા છે અને સૌ કોઈ હવે વરસાદની રાહે બેઠા છે, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અંબાલાલ પટેલે ફરી એકવાર એવી આગાહી કરી છે કે તમારે હવે દુપટ્ટો કે સમર કેપ ને બદલે હવે છત્રી સાથે રાખી જોશે. તમારા સૌ કોઈ માટે ખુશીના સમાચાર એ છે કે , અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

હાલમાં જ કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે અને આ કારણે ગુજરાતમાં. તા 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે જેથી કરીને ગુજરાતના અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

સૌથી ખાસ વાત એ છે કે, 6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને તેમજ તારીખ 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ છે. જેના કારણે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થશે જેથી ગરમી તો ઘટશે પણ અસહ્ય બફારો વર્તાય તેવી શક્યતાઓ છે અને 15 જૂન થી ચોમાસુ બેસીશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!