ખેડૂતની મનોવ્યથા સાંભળો!! કહી દીધી એવી વાત કે સાંભળી તમે કહેશો “સાચી વાત છે…કહ્યું “ખેડૂતને વેલા વીજળી આપો…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ સતત વધી રહ્યું છે ત્યારે સરકારે લોકોને સ્વાસ્થ્યની તકેદારી રાખવા માટે જરૂરી સલાહ સૂચનો બહાર પાડ્યા છે ત્યારે હાલમાં જે ખેડૂતે પોતાના મનની વ્યથા જણાવી છે આ વાત સાંભળીને તમે પણ ખેડૂતની વાત સાથે સહમત થશો.
આ વાયરલ વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે આ ખેડૂતે દરેક ખેડૂતના દિલની વાત લોકો સમક્ષ રજૂ કરી છે જેથી સરકારને પણ આ વાતની જાણ થાય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ખેડૂતે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી છે.
ખેડૂતે લોકો સમક્ષ કહ્યું કે હાલમાં સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે ગરમી વધારે હોવાથી બાળકોનું વેકેશન લંબાવવામાં આવ્યું છે તેમજ રસ્તા પર ટ્રાફિક સિગ્નલો પાસે મંડપ લગાવવામાં આવ્યા છે, કર્મચારીઓને ને બપોર પછી રજા જોઈએ. ખેડૂત પોતાના મનની વ્યથા વ્યક્ત કરે છે કે, અમારે ખેડૂતને ખરા બપોરે પાવર આપે, તો શું અમને તડકો ન લાગે ? અમે જનાવર છીએ?
ખરેખર આ ખેડૂતની વાત સો ટકા સાચી છે. તમે કલ્પના કરો કે આવી આખરી ગરમીમાં ભાર બપોરે વાડીએ જવું કેટલું જોખમી હોઈ શકે છે કારણ કે તડકો પણ એવો આકરો હોય છે કે કોઈપણ માણસને લું લાગી શકે છે તેમજ હિટ સ્ટ્રોક પણ આવી શકે છે. ખરેખર આ આ ખેડૂતની વાત સાથે સૌ કોઈ સહમત થઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.