રડાવી દે તેવો કિસ્સો! જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયો આંતકવાદી હુમલો, 9થી વધુ ના થયા મોત….
દિવસે ને દિવસે આંતકવાદીઓઓ ત્રાસ વધી રહ્યો છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ખુબ જ દુઃખ દાયક પણ છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં રાજસ્થાનના ચાર યાત્રાળુઓનાં પણ મોત થયા છે, જેમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અન્ય એક યાત્રી ઘાયલ થયો છે. આ હુમલામાં ઉત્તર પ્રદેશના ત્રણ શ્રદ્ધાળુઓ પણ માર્યા ગયા હતા.
આ દુઃખદ ઘટનાને કારણે તમામ ભારતવાસીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે, આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તેઓ રવિવારે સાંજે થયેલા હુમલામાં બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.મૃત્યુ પામનાર રાજસ્થાનના શ્રદ્ધાળુઓના નામ છે – રાજેન્દ્ર પ્રસાદ સૈની, મમતા સૈની, પૂજા સૈની અને બે વર્ષનો બાળક લિવંશ કિટ્ટુ. બાળકના પિતા પવન સૈની ઘાયલ છે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ ઉચ્ચ અધિકારીઓને માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના મૃતદેહ તેમના પરિવારજનોને પરત કરવા સૂચના આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું કે, जम्मू-कश्मीर में तीर्थयात्रियों की बस पर हुए कायरतापूर्ण हमले में जयपुर जिले निवासी चार नागरिकों की मृत्यु का समाचार दुःखद है।राजस्थान सरकार के उच्च अधिकारियों को शीघ्र ही जम्मू कश्मीर के अधिकारियों व स्थानीय प्रशासन से समन्वय स्थापित कर पार्थिव शरीर दिवंगतों के परिजनों तक पहुंचाने हेतु निर्देश दिए गए हैं।प्रभु श्री राम दिवंगत आत्माओं को शांति तथा घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
इस कठिन समय में हमले में प्रभावितों के साथ हमारी सरकार पूरी प्रतिबद्धता के साथ खड़ी है।
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રવિવારે સાંજે 40થી વધુ શ્રદ્ધાળુઓ એક બસમાં શિવ ખોરી મંદિરથી કટરા જઈ રહ્યા હતા, ત્યારે રિયાસી નામના સ્થળે બસ પર આતંકી હુમલો થયો હતો.આતંકવાદીઓએ બસ પર ઓચિંતો હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. જેના કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ કોતરમાં પડી હતી.બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેમાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી. સેના અને અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા હતા.
