રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારીનું નવું સોન્ગ થયું રિલીઝ, કચ્છના યુવા કલાકાર રાજેશ આહીર સાથે કરી જુગલબંધી! જુઓ વિડીયો .
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગતાબેન રબારીનું હાલમાં જ એક નવું સોન્ગ ” માધવ મારા મોહનજી ” રિલીઝ થયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગીતાબેન રબારીએ યુવા ગાયક કલાકાર રાજેશ આહીર સાથે આ સુંદર ગીત ગાયું છે. હાલમાં આ ગીત યુટ્યુબ પર રિલીઝ થઇ ગયું છે અને આ ગીત લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ચાલો અમે આપને આ સોન્ગ વિષે વધુ વિગતવાર માહિતી જણાવીએ તેમજ આખરે આ રાજેશ આહીર કોણ છે? જેની સાથે ગીતાબેન રબારીએ જુગલબંધી કરીને સુંદર મજાનું ગીત ગાયું છે.
રાજેશ આહીર કચ્છનો યુવા ગાયલ કલાકાર છે, તેમના માતા સભીબેન આહીર પણ લોક ગાયક કલાકાર છે. રાજેશ આહીરે ઇન્સ્ટાગ્રામ પર ” વીરો મારો જગમગ થાય ” રીલ્સ દ્વારા ખુબ જ લોકપ્રિયતા મેળવેલ અને ત્યાર બાદ પોતાના માતા સભીબેન આહીર સાથે મળીને ” રણછોડ રંગીલા ” સોન્ગ દ્વારા ખુબ જ લોકપ્રિયતા મેળવી છે અને રાજેશ આહીર દ્વારા એક અનોખી જ સીઝન શરૂ કરવામાં આવી છે.
” રાગ રતન ” આ સીઝનમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર અને ગાયિકાઓ સાથે રાજેશ આહીર ભક્તિના અને લોકગીતોની રમઝટ બોલાવશે. રાગ રતનના પહેલા સીઝનમાં રાજેશ આહીરે ગીતાબેન રબારી સાથે ” માધવ મારા મોહનજી ” સોન્ગ ગાયું છે. રાજેશ આહીર અને ગીતાબેન રબારીની જુગલબંધી લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ સોન્ગ રિલીઝ થતા, લોકોને પસંદ આવી રહ્યુ છે અને ઇન્સ્ટામાં પણ રીલના ટ્રેન્ડમાં આવ્યું છે.
રાજેશ આહીરે શરૂઆતથી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત ગીતો ગાયા છે અને આ ગીતો દ્વારા આજે રાજેશ આહીર યુવાનોમાં ખુબ જ લોકપ્રિય બન્યા છે. રાજેશ આહીરની સફળતા એ તેમની અથાગ પરિશ્રમનું પરિણામ છે. રાજેશ આહિરે આપમેળે સંગીતની દુનિયામાં નામના મેળવી છે, જે ખુબ જ સરહાનીય વાત છે. તમે કલ્પના પણ ન કરી શકો કે, સમય ક્યારે બદલાઈ જાય તે કોઈ નથી જાણતું. એક સમય રાજેશ આહીર માત્ર નવોદિત ગાયક કલાકાર હતા આજે તેઓ ગુજરાતના લોકપ્રિય કલાકારો સાથે જુગલબંધી કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો