India

38 લાખની ગાડીનો ડિજિટલ લોક માત્ર 10 મિનિટમાં કાર ચોરી લીધી! લોક ખોલાવનું જાણીને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ…

ચોર ને ચોરી કરવી હોય તો તે ગમે તે રિતે કરી શકે છે. આપણે સૌ કોઈ ધૂમ ફિલ્મની સિરીઝ જોયેલ જ છે.આ ફિલ્મ આપણે સૌ કોઈ જાણીએ છે કે કંઈ રીતે ચોર ચોરી કરી લે છે એ પણ નજર સમક્ષ ની સામે. આમ પણ આજે આપણે એક એવો કિસ્સો સાંભળવવાનો છે જેમાં એક વ્યક્તિનો સૌથી હાઈ ટેકનોલોજી વાળી કાર પણ ચોરી થઈ ગઈ એ પણ એવી રીતે કે તમને વિશ્વાસ નહીં આવે.

આ વાત છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની જ્યાં એક હાઇપ્રોફાઇલ ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેને જાણીને બધાને આશ્ચર્ય થાય છે.ચોરો એ માત્ર 10 મિનિટમાં 38 લાખ રૂપિયાની ઓટોમેટિક કીલેસ ફોર્ચ્યુનર કાર ચોરી કરી હતી ખરેખર ત્યારે આ જાણીને આશ્ર્ચર્ય થાય કે કંઈ રિતે ચોર એવું કરી શકે.

આ ઘટના ભોપાલના ઇન્દ્રપુરી વિસ્તારમાં બની હતી. જ્યાં બદમાશ ચોરોએ અહીં ઘરની સામે ફર્નિચરના ધંધામાં સક્રિય અરૂણ જૈનની ફોર્ચ્યુનર કારની ચોરી કરી હતી.અરુણ જૈને આ એસયુવી ફોર્ચ્યુનર કાર વર્ષ 2017 માં 38.5 લાખ રૂપિયામાં ખરીદી હતી.તમને જણાવી દઈએ કે કાર એટલી હાઇટેક હતી કે કાર કીલેસ હતી.

એટલે કે તેમાં પ્રવેશ માટે ચાવીની જરૂર નહોતી પડતી.એવું કહેવામાં આવે છે કે જો કારની ચાવી 60 સે.મી.ની ત્રિજ્યાની અંદર હોય તો પણ કાર કોડિંગ તેના દરવાજા ખોલીને ઇગ્નીશન ચાલુ કરશે.સુરક્ષા સુવિધાઓને ડી-કોડિંગ કર્યા વિના કાર ચાલુ કરી શકાતી ન હતી. છતાં પણ ચોરો એ ચોરી કરી લીધી ત્યારે આ જાણીને ચોકી જશો કે કંઈ રીતે ચોરી કરી.

કાર ને અનલોક કરવા તેમણે ડીકોડ કરવા માટે લેપટોપનો ઉપયોગ કરતા હતા.જેમાં તેમણે નેટની મદદથી એવું ડિવાઇસને એક્ટિવ કર્યું હતું કે કારની એન્ટ્રી ડીકોડ થઈ ગઈ હતી અને તે ચાવી વગર ચાલુ કરી તેની સાથે ભાગી ગયા હતા.ચોરોએ ફક્ત 10 મિનિટમાં જ કારનો દરવાજો ખોલી દીધો હતો.ચોરોની આ કૃત્ય નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું અને ચોરોને પકડી પડ્યા. કહેવાય છે કે ચોર બનાવ માટે પણ આવડત અને બુદ્ધિ હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!