આગામી ત્રણ દિવસ વરસાદ ભુક્કા કાઢી નાખશે ?? જાણો કયાં ક્ષેત્ર મા પડશે વરસાદ
દર વર્ષ ની જેમ વરસાદ ગુજરાત મા અશાઢી બીજ ના દીવસે વરસાદ આવ્યો અને ખેડુતો એ રાહત નો સ્વાસ લીધો. ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા આજે હળવાથી હારે વરસાદ આવ્યો હતો અને ધીમે ધીમે ગુજરાત મા વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે આગામી દિવસો મા પણ ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ( Heavy rainfall forecast in Gujarat ) હવામાન વિભાગે કરી છે. તેમજ 14 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદ આવશે. તેમાં ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ દિવસ સુધી વરસાદી સીસ્ટમ કાર્યરત રહશે.
પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ ( Heavy rainfall forecast in Gujarat ) પડી શકે છે. તેમજ માછીમારોએ 12 જુલાઈથી 16 જુલાઈ સુધી દરિયો ન ખેડવો. 21 જુન બાદ ગુજરાત મા વરસાદ નહીવત રહ્યો હતો અને આજ થી મેઘરાજા ના આગમન ના લીધે ખેડુતો ના પાક ને નવુજીવન મળ્યુ તેમ કહી શકાય. જો વરસાદ હજી પાંચ દિવસ ના આવ્યો હોત તો ખેડુત નુ બિયારણ નાશ પામેત.
આ ઉપરાંત ભાવનગર , અમદાવાદ અને સુરત મા પણ છેલ્લા બે દિવસ મા વરસાદ પડતા શહેરી જનો ને બફારા માથી રાહત મળી હતી.