Gujarat

ખેડૂતે માત્ર 4 વિઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી દ્વારા ડ્રેગન ફ્રુટનું નામકરણ કરીને તેને કમલમ નામ આપવામાં આવયુ. આ ફળ ખૂબ જ ફાયદાકારક છે. અને આ ફ્રૂટની માગ ખૂબ જ વધુ હોય છે અને ભાગ્યે જ લોકો તેનું ખેતી કરે છે. ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે. લોહીના ટકા વધે છે. એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. જેમાં હિમોગ્લોબીનમાં, ડાયાબિટીસના, તેમજ ઇમ્યુનિટી બુસ્ટર ઉપયોગમાં આવે છે. જેને લોહીની ટકાવારી ઓછી છે. તો તેઓની માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે.

હવે આ ફ્રૂટની કિંમત પણ એટલી મળે બજાર માંથી અને ભાવનગર જિલ્લા નાં એક ખેડૂત માત્ર 4 વિઘા જમીનમાં કલમલ ફ્રૂટની ખેતી કરીને આજે લાખો રૂપિયા કમાઈ છે.જેમાં તેઓ 4 વિઘામાં એક સિઝનમાં 3600 કિલોનું ઉત્પાદન થાય અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો ચાલુ સીઝનમાં 150 રૂપિયાથી 250 રૂપિયા સુધીના ભાવો આવે અને ઓફ સિઝનમાં તેના ભાવ 250થી 300 જેટલો આવે છે. જે ત્રણથી ચાર લાખ રૂપિયાનું ફક્ત ચાર માસમાં જ કમાણી કરી આવક કરી છે. ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે.ચાર વિઘા જમીનમાં રમેશભાઈએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે દહાડે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક મેળવી છે

રમેશભાઈ ડ્રેગન ફ્રૂટના રોપાઓ જામનગરથી લાવ્યા હતાં. ડ્રેગન્ ફ્રૂટના એક રોપાની કિંમત 48 રૂપિયા છે. હાલમાં આ ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15 મહિનામાં પછી થાય છે. એક વિઘા દીઠ રૂપિયા 1.10 લાખનો ખર્ચ થાય છે. તો 4 વિઘામાં 4.40 લાખનો ખર્ચ થાય છે. હાલમાં 740 પોલ નાખેલ છે. દરેક પોલ ઉપર ગેલ્વેનાઇઝની રિંગ અને તે રિંગ ઉપર ટાયર લગાવેલા છે. બે રોપા વચ્ચેનું અંતર 7 ફૂટનું અંતર રાખવામાં આવે છે. જેથી 700 રોપાઓ વાવેતર થાય છે.

.ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી માર્કેટ પણ મોટા પ્રમાણમાં ઉભું થયું છે.ખેતીમાં ત્રણ જાતના ડ્રેગન ફ્રૂટ છે. જેમાં પિંક, રેડ અને વાઇટની જાત છે. આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી ઘણા ફાયદો થાય છે.એક વાર રૂ.4.40 લાખનું રોકાણ, 1 વર્ષ પછી ફળ આવે અને 25 વર્ષ સુધી ખેતી શક્ય બને છે, જો વ્યક્તિ પાસે કોઠા સુજ હોય તો ગમે તે રીતે પૈસા કમાઈ શકે છે આમ પણ કહેવાય છે ને કે, જમીન એ સોના થી અમૂલ્ય છે જેમ ખેડો તેમ તમને સોનુ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!