કરોડો રૂપિયાનું દાન આપનાર દુ:ખિયાનાં બેલી ભામાશા નારણભાઇનું થયું દુઃખદ નિધન…
કહેવાય છે ને કે, ઈશ્વરના દ્વારા સારા માણસોને વહેલા બોલાવે છે. આમ પણ જેમ અહીંયા સારા માણસની જરૂર છે એવી જ રીતે ઈશ્વરના દ્વારે જરૂર છે. આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેને હાલમાં જ વિદાઈ લીધી છે અને તેમની વિદાઈ થી સૌ કોઈ લોકો શોકમય બની ગયા છે. તેમનું ગાયનું દુઃખ કોઈપણ નહિ મટાવી શકે. આમ પણ કહેવાય છે કે જ્યારે સારામાણસનું નિધન થાય છે ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે.
મહુવાના ભામાશા એવા નારણભાઈનું શુક્રવારના રોજ 82 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે અને આ જાણ થતાં જ સમગ્ર મહુવા પંથક સહિત તાલુકામા શોકમય વાતાવરણમાં છવાઈ ગયું છે અને તેમની અંતિમયાત્રામાં મહુવા પંથક વાસીઓ સહિત રાજકીય તેમજ સહકારી અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમનું જીવન સદાય લોક સેવામાં વિત્યું છે. અવિરતપણે લોકોની સેવા કરવા માટે તેઓ તૈયાર જ રહેતા.
તેઓ સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિમા સહકાર આપનાર કરુણાસભર, પ્રેમાણ અને વિનમ્ર સ્વભાવના નારણભાઈ ગોપાલભાઈ ભક્તનું નિધન થતા તેમના ચાહકોના ઘેરો શોક વર્તાવ્યો છે.નારણભાઈ ભક્ત જી.એચ.ભક્ત ટ્રસ્ટના પ્રમુખ ઉપરાંત તરસાડી માલિબા કોલજના પણ ટ્રસ્ટી હતા. તેમણે દેશ-વિદેશમાં શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય ક્ષેત્રે 80 કરોડથી વધુની માતબાર રકમનુ દાન આપ્યુ છે.તેમણે ફક્ત જન્મ ભૂમિ જ નહિ કર્મ ભૂમિ નાયજીરિયામાં પણ આવી જ સેવાની કામગીરી કરીછે.
તેમણે નાયજીરિયામાં 12 હજારથી વધુ આંખોના ઓપરેશન કરાવ્યા છે ઉપરાંત 50 હજારથી વધુ નકલી પગ દાનમાં આપી લોકને ચાલતા કર્યા છે. તેમની સેવાકિય પ્રવૃત્તિ બદલ નાયજીરિયન સરકારનો શ્રેષ્ઠ એવોર્ડ ગણાતો મેમ્બર ઓફ ફેડરલ રિપબ્લિક એવોર્ડ થી એમને સન્માનિત કરાયા હતા. તેમજ સુરત જિલ્લાની ભાગ્યે જ કોઈ સંસ્થા હોય જે એમના દાનથી વંચિત રહી હોય. હાલ 70 જેટલી શૈક્ષણિક સંસ્થા અને 32 જેટલી આરોગ્ય સંસ્થા એમના દાન થકી કાર્યરત છે. હવે તેનાં નિધનની આ દુઃખ સદાય વર્તાશે તેમજ તેમની ખોટ ક્યારેય કોઈ નહી પુરી કરી શકે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.