ભાઈ વિનાની બહેનનો ભાઈ બનીને ખજુરભાઈએ વાવાઝોડા તૂટેલ ઘરને નવું બનાવી આપ્યું.
કહેવાય છે ને કે જેનું કોઈ ન હોય તેનો ભગવાન હોય છે. જગતમાં ઈશ્વર દરેક જીવમાં વસે છે અને માનવતા રૂપી જ્યોત થકી સૌ કોઈની મદદ કરવી જોઈએ.આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાં જુઓ ત્યાં ખજુરભાઈની બોલબાલા છે અને તેમના કાર્ય નાં સૌ કોઈ વખાણ કરી રહ્યા છે ત્યારે ખરેખર હાલમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક લોકો માટે ખજુર ભાઈ કામ કરી રહ્યા છે.
હાલમાં જ ખજૂરભાઈ ગામે ગામ જઈને જુરીયાતમંદ લોકો ના તૂટેલ મકણોનું ફરી નિર્માણ કરી રહ્યા છે ત્યારે એક ભાઈ સદાય પોતાની બહેનને કહેતો હતો કે ખજૂરભાઈ એકવાર જરૂર આવશે અને આપણું ઘર બનાવી દેશે અને પછી આપણે ભાઈ બહેન નિરાંતે રહીશું. કહેવાય છે ને કે ઇશ્વર ક્યારે શું કરે કોઈ જાણતું નથી. આ ભાઈની ઈચ્છા હતી અને એ ઈચ્છા આખરે પુરી થઈ.
જ્યારે ખજુર ભાઈ એ બહેન પાસે પોહચ્યા ત્યારે તેમની આંખોમાંથી આંસુઓ નોહતા રોકાતા અને ખરેખર આખૂબ જ દુઃખ હતું. આજે એ બહેન નો ભાઈ દુનિયામાં થી અલવિદા કહીને ચાલ્યો ગયો પરતું ખજુર ભાઈ કહ્યું કે તમારા ભાઈ જ મને મોકલ્યો છે. હું તમને ઘર બનાવી આપીશ. ખરેખર ખજુર ભાઈ જયારે આ બહેન સાથે વાર્તા લાપ કરી રહ્યા છે ત્યારે એ ઘટના શબ્દો લખવા પણ ઓછેરા પડશે તમે આ વીડિયો જોઈને તે બહેન દુઃખને સાંભળી શકશો. ખરેખર ખજૂરભાઈ અનેક લોકો માટે એક આશાનું કિરણ બન્યા છે અને અનેક લોકોની સેવા કરી રહ્યા છે.