14 લાખ રૂપિયા ભરેલી બેગને ચોકીદારે મૂળ માલિકને પરત કરીને ઇમાનદારી દાખવી! પ્રોત્સાહન રૂપે મળી તેને આટલી રકમ…
કહેવાય છે ને કે, પારકું ધન સદાય દુઃખનું કારણ બને છે. જાત મહેનત થી કમાયેલું જ લેખે લાગે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આપણને કંઈ પણ વસ્તુઓ મળે તો તેને પોતાની ગણી ને રાખી લેતા હોય છીએ પરંતુ આવવું ક્યારેય ન કરવું જોઈએ. હવે વિચાર કરો તમને રોડ પરથી લાખો રૂપિયા મળી જાય તો તમે શું કરશો રાખી લેશો..? ત્યારેઆજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું કે, જેને ખૂબ નેકીનું કામ કર્યું.
અમદાવાદશહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એક પરિવાર ભૂલી જતા ચોકીદારે મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પાછી કરી અને ખરેખર આવું ભાગ્યે જ બને છે, નહિતર લોકોને 100 રૂપિયાની નોટ મળે તો પણ પાછા દેવા તૈયાર ન થાય જ્યારે આ ચોકીદારે 14 લાખ પાછા આપ્યા. તેની ઈનાનદારી ને સલામ.
વાત જાણે એમ છે કે. એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતા ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.
ચાર દિવસ બાદ ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં પરિવારે ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કર્યું હતું. શંકર નેપાળી છે અને આખી સોસાયટી માટે કોરોના કાળમાં પણ તે પોતાની ફરજ ચુક્યા વગર દરેક લોકો માટે દરેક નિષ્ઠા પૂર્વક કામ કરે છે.ખરેખર ધન્ય છે આવા વ્યક્તિને. આજના સમયમાં આવા માણસો ભાગ્યે જ મળે છે.