હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ બાદ મહંત પદે આ સંતોનું નામ છે ચર્ચામાં! જાણો હરિધામની ગાદી કોણ બિરાજમાન થશે.
હાલમાં જ શ્રી હરિધામના સ્થાપક એવા શ્રી હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતા સૌ ભક્તોમાં શોક છવાઈ ગયું છે, ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આખરે હવે હરિધામનાં મહંત પદે કોણ બિરાજમાન થશે. ત્યારે હાલમાં જ અનેક સંતોનું નામ ચર્ચામાં રહ્યું છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે હરિ પ્રસાદ સ્વામીજીના બાદ ગાદી સ્થાન પર કોણ બિરાજમાન થશે અને વાઇડીએસ સંસ્થાને આગળ લઈ જશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે 26 જુલાઈએ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બિરાજી ગયા છે.
હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા થઈ રહી છે. સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામીનું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે, તેમ ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું. હવે સમય આવતા જ હરિ ભક્તોને જાણવા મળશે કે આખરે સ્થાન પર કોણ બિરાજમાન થશે.