Gujarat

ડાયમંડ કિંગ ગણાતા ધોળકિયા પરિવારે ખરીધો 185 કરોડ રૂપિયાનો બંગલો 185 કરોડનો! વરલીમાં સી.ફેસિંગનાં બંગલાની ખાસિયત જાણો.

હાલમાં ગુજરાતીઓનો દબદબો છે.ત્યારે હાલમાં જ સૂત્ર દેરા જાણવા મળ્યું છે કે સુરતના સૌથી ધનિક વ્યક્તિ એ મુંબઈમાં 185 કરોડ નો બંગલો લીધો છે અને આ બંગલો મુંબઈનાં વરલી એરિયામાં અને દરિયા કિનારે છે. ચાલો ત્યારે જાણીએ કોણ છે જેમને આ બંગલો લીધો છે. હવે લાગી રહ્યું છે કે અંબાણી ની જેમ અનેક લોકો આગળ વધી રહ્યા છે.

ધોળકિયા પરિવાર મૂળ અમરેલીના દુધાળાનો વતની છે. ડાયમંડ એક્સપોર્ટ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થકી હરે ક્રિષ્ના એક્સપોર્ટ્સનું વાર્ષિક ટર્નઓવર 7,000 કરોડ રૂપિયા છે. ધોળકિયાએ સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટથી શરૂઆત કરી હતી અને છેલ્લા 30 વર્ષોમાં તેમણે મુંબઈ અને દુનિયાભરમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા અને તેમના પરિવારે મુંબઈમાં 185 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. ધોળકિયા પરિવારે મુંબઈના વર્લીમાં સી ફેસિંગ પ્રોપર્ટી ખરીદી છે. સવજી ધોળકિયાની કંપની હરે ક્રિષ્ના એક્સપોર્ટ દ્વારા 6 માળનો પનહાર બંગલો ખરીદવામાં આવ્યો છે, જેની માલિકી અગાઉ એસ્સાર ગ્રુપ પાસે હતી.

20,000 સ્ક્વેર ફૂટની આ પ્રોપર્ટી સવજીભાઈના નાના ભાઈ ઘનશ્યામ ધોળકિયાના નામે રજિસ્ટર થયેલી છે. આ બિલ્ડિંગમાં આશરે 15 એપાર્ટમેન્ટ છે. ધોળકિયાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “અમારો પરિવાર અને સ્ટાફ બંનેની સગવડ થઈ શકે તેવી પ્રોપર્ટી અમે શોધી રહ્યા હતા. અમે એસ્સાર પાસેથી આ પ્રોપર્ટી ખરીદી છે અને આ લોકેશન એવું છે જ્યાંથી અમારી ઓફિસો અને વર્કપ્લેસ પર સરળતાથી પહોંચી શકાય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!