નર્મદા ત્રિવેણી સંગમ પર મોટી દુર્ઘટના બની , પાંચ યુવકો નાહવા પડયા હતા જેમાથી બે ડૂબ્યા
ક્યારેક યુવાની મોજ માણવા ને ખાતર આપણે આપણો જીવ ગુમાવી દેતા હોય છે. કહેવાય છે ને કે, સમયની સાથે ક્યારેક અઘટિત ઘટનાઓ બની જતી હોય છે. હાલમાં જ પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમ પાસેના કિનારે રવિવારના રોજ વડોદરાના 5 મિત્રો સ્નાન કરતા હતા અને તેમની સાથે જે બન્યું એ જાણીને તમારી આંખમાંથી આંસુઓની ધારાઓ વહેતી થઈ જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે
કે, આ ઘટના દરમિયાન 2 આશાસ્પદ યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ લાપતા બન્યા હતા.ચાંદોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી, પરંતુ લાપતા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
બનાવ એવો બન્યો કે, પાંચેય મિત્રો સ્નાન કરી રહ્યા હતા ત્યારે 2 મિત્રો નીતિન દેવજીભાઈ રાઠવાઅને ભાવેશ રામજીભાઈ રાઠવા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.
હોડી ચાલકો બચાવ કામગીરી આરંભે તે પહેલાં જ બંને મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.બનાવના પગલે નદી કિનારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.દીમાં લાપતા બનેલા બંને યુવાનો મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા.હાલમાં તો પરિવાર જનોમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ છે.