Gujarat

પરિવાર પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો પોતાની નજર સામે,સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા 13 વર્ષના દીકરાનું ડૂબી જવાથી મોત.

કહેવાય છે ને કે પાણી જેટલું અમૂલ્ય છે અને જીવન આપનાર છે એજ પાણી જીવ પણ લઇ શકે છે. હાલમાં જ એક ખુબ જ દુઃખ દ ઘટના બની જેમાં તરુણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ તરુણની ઉંમર માત્ર હજુ 13 વર્ષની જ હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટના કાલાવડ રોડ પર લોધિકા પોલીસની હદ વિસ્તારમાં આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પુલમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું. હવે તમે વિચાર કરો કે એકના એક દીકરાને ગુમાવવાનો દર્દ એ પરિવારને કેવો હશે. હાલમાં તો આ પરિવાર ઉપર આભ ફાટ્યુ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર સ્વિમિંગ પુલમા નાહવા માટે પરિવાર સાથે ગયા હતા તેમનો 13 વર્ષનો પુત્ર મૌર્ય પણ ટ્યુબના સહારે સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો. જોકે કોઈ કારણોસર તરુણ ટ્યુબમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી ગયો હતો.જેની જાણ થતા પરિવારજનો તરુણને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા.કહેવાય છે ને કે કાળને કોણ રોકી શક્યું છે. ભગવાનની ઈચ્છા કંઈક બીજી હશે એમાં આ તરુણનો જીવ ગયો. મુત્યુની જાણ થતા જ પરિવાર શોકે મય બની ગયો. એકનો એક દીકરો પોતાની નજર સમક્ષ સામે ગુમાવી દીધો.

. ઉલ્લેખનીય છે કે નિકેશભાઈ વિઠલાણી જયરાજ વે-બ્રિજ ચલાવી રહ્યા છે અને સંતાનમાં તેમને એક જ પુત્ર હતો.ભગવાન આ પરિવાર ઉપર ખુબ જ મોટું દુઃખ આપ્યું છે, 13 વર્ષ દીકરો જેને હજુ પોતાનું જીવન પણ સરકહું માણ્યું ન હતું તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પરિવાર ક્યાં ખબર હતી કે આ આનંદદાયક ટ્રીપ તેમના દીકરાનો જીવ લેશે. જ્યારે તેમને ખબર પડી કે દીકરો ડૂબી ગયો છે ત્યારે નિકેશભાઈ તેમના પુત્રને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ સમયે ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!