એક સાથે ત્રણ મહિલાઓ ડુબી જતા અરેરાટી મચી ગઈ, પરીવાર જનો નુ હૈયા ફાટ રુદન
અવાર નવાર ચેકડેમ, કેનાલ અને નદી મા ડુબી જવાની ઘટના ઓ સામે આવી છે અનેક લોકો ના જીવ પણ ગયા છે. આવી જ એક ઘટના રાજકોટ મા સામે આવી છે જેમાં પાંચ લોકો પડ્યા હતા. જેમાથી 3 યુવતી ઓ ના ડુબી જવાથી મોત થયા હતા. જ્યારે આ ઘટના ના ત્રણ દિવસ પહેલા જ આવો એક અન્ય બનાવ પણ બન્યો હતો.
જામવા મળતી વિગતો અનુસાર રાજકોટ ના કાંગશયાળી ગામ મા આવેલા ચેકડેમ મા કુલ પાંચ લોકો પડયા હતા. જેમા ત્રણ મહિલા ઓ ના ડુબી જવાથી કરુણ મોત થયા છે. પ્રાથમિક તપાસ મા જાણવા મળ્યુ હતુ કે મહિલા ઓ ની ઉમર 18 થી 24 વચ્ચે ની છે. ઘટના ની જાણ સ્થાનીક લોકો એ એમબુલંસ અને ફાયર બ્રિગેડન ને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડૂબી રહેલી મહિલાઓ પૈકી બે મહિલાઓને સલામત બહાર કાઢવામાં આવી હતી. જો કે કોમલબેન, સોનલબેન અને મિઢુરબેન ઊંડા પાણીમાં ચાલી ગયા હતા. જેને લઈને આ ત્રણેયનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. હાલ આ મહિલાઓનાં ચેકડેમમાં જવા અંગેનું કારણ અકબંધ છે.
આ ઉપરાંત અન્ય એક ઘટના પર નજર નાખીએ તો ત્રણ દિવસ અગાવ જ આવો જ એક બનાવ બન્યો હતો. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 13 વર્ષના દિકરા નુ કરુણ મોત થયુ હતુ.