રીક્ષા ચાલકને માથે 1.5 લાખનું દેવું હતું અને અચનાક મળ્યા 10 લાખ રૂપિયા! રીક્ષા ચાલકે માણસાઈ દેખાડીને પૈસા મૂળ માલિક પરત કરવા માટે..
કહેવાય છે ને કે આજના સમયમાં માણસાઈ જોવા નથી મળતી પરતું આ જગતમાં એવા લોકો પણ છે જેમને પોતાની માણસાઈ ને જીવંત રાખી છે. આજે અમે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેને રૂ.10 લાખ ભરેલું બેગ મળ્યું અને એ પણ એવા સમયે જયારે તે પોતે દેવામાં ડૂબેલો હતો. એ વ્યક્તિ જો ઈચ્છે તો એ બધા પૈસા પોતાની પાસે રાખી શકતો હતો પરંતુ તેમણે એવું ન કર્યું અને એવું કામ કર્યું કે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.
હાલમાં જ હૈદરાબાદમાં એક ઘટના બનીજેમાં રામુલુ નામના ઓટો રીક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારે છે. ખાવા પીવા અને રહેવા માટે માંડ માંડ ખર્ચો કાઢનાર વ્યક્તિનાં જીવનમાં એક દિવસે એવો બનાવ બન્યો કે જાણે એ દિવસ એના માટે સુવર્ણ દિવસ હતો. બાફ જાણે એમ બની કે એક દિવસે બે વ્યક્તિઓ તેના રીક્ષામાં બેઠા અને એમના પાસે બેગ હતી જે તેઓ રિક્ષામાં જ ભૂલી ગયા હતા.
જ્યારે તેને બેગ ખોલ્યુ તો તેમાંથી 10 લાખ રૂપિયા નિકળા અને આવા સમયે સ્વાભાવિક છે કે કોઈપણ ને લાલચ જાગે પરતું આ વ્યક્તિને મનમાં વિચાર આવો ન આવ્યો અને તે યયાત્રિકને શોધવા લાગ્યો પરતું તેઓ તેને નાં મળ્યા એટલે તેને પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી.તમને જાણીને નવાઈ લાગશે કે રામુલું એ 1.5 લાખ રૂપિયાની લોન લીધી હતી અને આવા સમયે પૈસા મળવા એટલે સોનાનો સૂરજ ઉગવો.
આ વ્યક્તિમાં લાલચ ન જાગી અને પોતાની ઇમાદારી નિભાવી અને તેને પોતાને મળેલ પૈસા પોલીસ ને આપી દીધા અને તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પોલીસે આ પૈસાનાં અસલી માલિક ને શોધી લીધા ત્યારે તે લોકોએ આ રીક્ષા ચાલકમી ઇમાદારી થી ખુશ થઈને તેને ઇનામ રૂપે 10000 રૂપિયા આપ્યા. ખરેખર આજના સમયમાં આવા વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. આમ પણ કહેવાય છે ને કે, પારકું ધન સદાય દુઃખી કરે છે, જ્યારે મહેનત નો 1 રૂપિયો એ સવા લાખ બરોબર છે.