પોતાની મંગેતર ને યુવક ઘરે મુકવા જય રહ્યો હતો અને ટ્રક કાળ બની ને આવ્યો , ઘટના સ્થળે જ યયુવતી ની કરુણ મૃત્યુ થયુ.
હાલમાં આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોજ બરોજ અનેક અકસ્તમાત ના બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં જ રાજકોટમાં એક એવું અકસ્તમાત સર્જાયું જેમાં યુવકે તેનાં થનાર પત્ની ગુમાવી. હાલમાં પરિવાર જનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઇ છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આ બનાવ કંઈ રીતે બન્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટમાં ગત રાત્રિએ રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક અકસ્માતમાં 23 વર્ષીય યુવતીનું મોત થયું હતુંબનાવ એવો બન્યો કે, સિગ્નલ પર સ્ટોપ લાઈટ દરમિયાન ટ્રકચાલકથી બ્રેક ન લગતાં અકસ્માત સર્જાય અને મોટરસાઇકલ પર જતાં યુવક- યુવતી સાથે અકસ્માતથયો. ઘટના બનતાની સાથે જ સમયસર બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે બન્નેની એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી. ખરેખર ક્યારેક તો ઈશ્વર પણ કેવા ખેલ રચે છે ખબર નથી પડતી. હજુ ફો આ બંને નું લગ્ન જીવન શરૂ થવાનું હતું એજ પહેલા યુવતી એ પોતાનો જીવ છોડી દીધો.આ અકસ્તમાત થવાનું કારણ એ હતું કે, રાજ વાઘેલા અને તેમની મંગેતર દૃષ્ટિ પરમાર વાહન પર જતાં હતાં. રાજ તેની મંગેતર દૃષ્ટિ ને ઘરે મૂકવા જતો હતો,
અચાનક ટેલિફોન એક્સચેન્જ ખાતે સિગ્નલ પર સ્ટોપ લાઈટ થતાં વાહન ટ્રક સાથે અથડાઈ હતું. ભગાર ભરેલી ટ્રક સાથે વાહન અકસ્માત સર્જાતાં રાજ વાઘેલાને પગ અને તેની મંગેતર દૃષ્ટિ પરમાર ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ જતાં તેના પેટના ભાગે ગંભીર ઇજા થવાને લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું અને હાલમાં યુવક અને પરિવાર જનો શોકમાં મુકાઈ ગયા છે.