ડોક્ટર એ 61001 વખત રામ નામનો ઉપયોગ કરીને હનુમાનજીનનું ભવ્ય ચિત્ર 55 કલાકમાં બનાવ્યું.
જ્યારે વ્યક્તિ જન્મ લે છે, આ ધરામાં ત્યારે ઈશ્વર તેને ખાસ કળા ભેટમાં આપે છે. આમ પણ દરેક વ્યક્તિમાં કંઈક ને કાંઈક કળા છુપાયેલ હોય છે, જે ઈશ્વરની ભેટ હોય છે. ખાસ કરીને હાલમાં એક પેન્ટિંગ આર્ટિસ્ટ ની કલાકારી નાં ખૂબ જ વખાણ થઈ રહ્યા છે, તેનું કારણ એ છે કે, આ યુવતી એ પોતાની કળા નો સદઉપયોગ કરીને એક અનેરો ઇતિહાસ રચ્યો છે. ખરેખર ધન્ય છે આ યુવતી ને અને તેની કળાને ! તમે જ્યારે આ વાત જાણશો તમને વિશ્વાસ નહિ આવે કે કોઈ વ્યક્તિ આવું પણ કરી શકે છે.
કહેવાય છે ને કે ચિત્રકાર પોતાની પીંછીઓ દ્વારા દોરેલા ચિત્રને જીવંત બનાવે છે. હાલમાં જ એક ચિત્રકારે પેન દ્વારા એક કેનવાસમાં રામ રામ નામ લખીને પ્રિય રામ ભક્ત શ્રી હનુમાનજી ની ખૂબ જ સુંદર પ્રતીકૃતિ તૈયાર કરવામાં આવેલ છે. ખરેખર છે ને અદભૂત વાત. હા સૌથી ખાસ વાત એ છે કે 61000 વખત રામ રામ શબ્દ નો ઉપયોગ કરી ને આ સુંદર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં યુવતીની ચર્ચા જ થઈ રહી છે.
ચિત્ર તો અનેક લોકો બનાવે પરતું આ ચિત્રમાં કળા, મહેનત અને ભાવ, પ્રેમ ની સાથે અતૂટ આસ્થા રહેલી છે, જેના થકી શ્રી રામ નામના શબ્દ દ્વારા સુંદર હનુમાનજી માં ભાવ પ્રગટ થાય છે. આ યુવતી માત્ર ચિત્રકાર જ નથી પરંતુ ડોકટર પણ છે. આ પહેલા તેમને શ્રી રામ મંદિરનું ચિત્ર બનાવી ને તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રકોર્ડમાં નોંધાયેલું.હાલમાં જે હનુમાન જી નું ચિત્ર બનાવ્યું તે પણ માત્ર 55 કલાકમાં જ અને તેમાં માત્ર 10 કલર પેન યુઝ કરી અને 61001 વખત રામ રામ લખીને હનુમાન તૈયાર કર્યા.
આ યુવતી નું નામ ડો.શિવાની મંડા છે અને તે કુચેરા ક્ષેત્રની નિવાસી છે. તેમના પિતાની સરકારી વિધાલયમાં પ્રધાપક છે.
યુવતી જોધપુરમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે.અને તેને સાથો સાથ ચિત્રકારી ગોડ ગિફ્ટમાં મળી છે. 9 વર્ષની ઉંમરે તેને ચિત્ર દોરવાનું શરૂ કર્યું હતું અને આ પહેલા 76 હજાર શ્રી રામ નામ થી મંદિર બનાવીને લોકપ્રિયતા મેળવી હતી.