4.48 લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો જ્યારે ચોરી કરનાર નુ નામ સામે આવ્યુ તો સૌકોઈ ચોકી ગયા
સામાન્ય રીતે ચોરી જેવા ગુના મા કોઈ ને કોઈ જાણ ભેદુ જ વ્યક્તિ સામે આવતુ હોય છે ફરી વખત આવુ જ એક ગાંધીધામ થયેલ ચોરી મા થયુ છે જેમા ઘર કા ભેદી લંકા ઠહાયે સ્થિતી ઉભી થય છે જેમાં થોડા સમય અગાઉ થયેલી ચોરી ની ઘટના મા ઘર ના સભ્ય એ જ ચોરી કર્યા હોવાનું સામે આવ્યુ છે. અને એ ડીવીઝન પોલીસે તમામ રકમ કબજે કરી ને મુળ માલીક ને પરત કરી હતી.
આ બાબત પી.આઈ જાડેજા એ આપેલી વિગતો અનુસાર ગોપાલપુરી કોલોનીના ઇ-42 નંબરના મકાનમાં રહેતા અને ડીપીટીમાં લેબોરેટરી એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા 44 વર્ષીય કીરણભાઇ હિમ્મતલાલ ગઢવીએ તા.19/7 ના સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા દરમિયાન બનેલી ઘટનામાં તેમના બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા ઇસમોએ ઘરમાં રાખેલી રૂ.1,41,000 રોકડ અને રૂ.3,07,500 ની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ. 4,48,500 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ તા.22/7 ના નોંધાવ્યા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.
આ ચોરી મા જયારે નામ સામે આવ્યુ ત્યારે મુળ માલીક ચોકી ગયા હતા. ચોરીકરનાર શિવાંગીબેન નિતિનભાઇ ગઢવીએ કરી હતી. તેમના પાસેથી ચોરીમાં ગયેલા રૂ.1,41,000 રોકડ સહીત ઘરેણા થય ને કુલ રૂ.4,48,500 નો મુદ્દામાલ રીકવર કરી ટુંક સમયમાં કોર્ટના હુકમ મુજબ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકના મહિલા એએસઆઇ સુનયનાબેન બલીરામના હાથે મુળ માલિક અને ફરિયાદી કિરણભાઇ ગઢવીને પરત કરાયો હતો.