Gujarat

એક સામાન્ય બસ ડ્રાઇવર ની પ્રમાણિકતા તો જુઓ સાહેબ, મુળ માલીક ને લાખો રુપીયા પરત કરેલા…

આજના સમયમાં માનવતા જ સૌથી મોટો ધર્મ છે! કહેવાય છે ને કે, જગતમાં માણસાઈ થકી જીવનમાં અનેકગણા પુણ્યના કાર્યો થઈ શકે છે. ખરેખર અમે આજે આપને એક એવો કિસ્સો જણાવીશું જેને જાણીને તમે પણ ચોંકી જશો! આજના સમયમાં પણ એવા વ્યક્તિઓ હોય છે જેઓને પૈસાનો મોહ હોતો નથી. ખરેખર અમે આપની સાથે એવા વ્યક્તિની વાત કરીશું જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે, આખરે આ જગતમાં આવ્યા વ્યક્તિ હોય શકે છે?

આજમાં સમયમાં કોઈ વ્યક્તિ રસ્તામાંથી 10 રૂ.મળે તો પણ લોકો આપવા અચકાતા નથી ત્યારે નવસારી એસટી ડેપોનાં ડ્રાઈવર અને એસટી કર્મચારી મંડળના પ્રમુખ કાળુભાઈ પટેલને એક એવું કાર્ય કરી બતાવ્યું છે, જે જાણી મેં તમેં તેના વખાણ કરતા નહિ થાકી શકો. વાત જાણે એમ છે કે, બસમાં કોઈ વ લાખ રૂપિયા ભૂલી ગયો હતો ત્યારે આ વ્યક્તિ તેમાં મૂળ માલિકને પરત કરીને ઉત્તમ માનવતા નિભાવી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 3 દિવસ અગાઉ બસમાં 2 થેલી મળી હતી. જેમાં પૈસા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી. અમે તપાસ કરી અને ઝંખવાવના મહમદભાઈ મુલતાનીની હોવાની ખરાઈ કરતા તેમને પાસે ખરાઈ કર્યા બાદ થેલી સોંપી હતી.અગાઉ પણ રાજકોટના તબીબની રોકડા 3.60 લાખ ભરેલી બેગ પરત કરી અને 3વાર મોબાઈલ પણ મૂળ માલિકોને પહોંચાડ્યાં હતા. અમે પણ માનવી છે કોઈવાર ઉતાવળે વસ્તુઓ ભૂલી જવાય પણ એસટીના કર્મચારીઓ મૂળ માલિકોને વસ્તુ પરત આપી દેતા હોય છે એ પ્રામાણિકતા એ જ અમારી સાચી મૂડી છે.

નવસારી એસટી ડેપોમાં ઘણા વર્ષોથી એસટી કર્મચારી મંડળના પ્રમુખ અને હાલ નવસારીથી સેલંબા દરરોજ જતી બસમાં ડ્રાઈવર તરીકે કાળુભાઇ રામજીભાઈ પટેલ હાલ રહે સુરત ફરજ બજાવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ 3 દિવસ પહેલા નવસારીથી સેલબા બસની ટ્રીપ માટે કાળુભાઇ પટેલ ડ્રાઈવર તરીકે અને કંડક્ટર તરીકે દીલીપભાઈ સાથે ગયા હતા. તેમને પરત ફરતી વખતે બસમાંથી બિનવારસી બે થેલી મળી હતી. થેલીમાંથી કપડાં, દવા, ઘરની જીવન જરૂરિયાતની વસ્તુ અને રોકડા 4200 હતા અને માલિક ની ઓળખ કરીને તમામ વસ્તુઓ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!