રાજલ બારોટને વંદન! ભાઈ ની ખોટ ને પૂર્ણ કરીને ત્રણેય બહેનોની રક્ષા કરે છે, રક્ષાબંધન પર્વે એકબીજાને રાખડી બાંધે છે..

ભાઈ બહેનનું અતુટ પર્વ એટલે રક્ષા બંધન! આમ પણ કહેવાય છે ને કે, આ પવિત્ર તહેવાર ભાઈ બહેન ના પ્રેમને વ્યક્ત કરે છે. બહેન પોતાના ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધે છે જેથી સદાય તેનો ભાઈ તેની રક્ષા કરવા સંગાથે રહે. આ પર્વના દિવસે એ ભાઈ અને બહેન નું શું થતું હશે જેને કોઈ ભાઈ નથી કે કોઈ બહેન નથી! આજે અમે આપને એક એવી બહેન વિશે જણાવીશું જે ચાર બહેનોની ભાઈ બનીને તેમના જીવનની દરેક ઈચ્છાઓ ને પૂર્ણ કરી રહી છે સાથો સાથ તેમમાં જીવનને સુખ મય બનાવી રહી છે.

આપણે વાત કરી રહ્યા છે. ગુજરાતની લોકપ્રિય કલાકાર રાજલ બારોટની જેમણે એક બહેન નહિ પરતું માતા-પિતા તરીકે ની ભુમિકા અદા કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર ધન્ય છે મણીરાજ બારોટ ને જેના ઘરે આવી દીકરી જન્મ લીધો જેને પોતાના પિતા ગયા પછી ઘરની તમામ જવાબદારીઓ માથે લઈ લીધી અને એક દીકરા કરતા પણ વધુ સવાયું કામ કરી બતાવ્યું છે. એવા લોકો માટે ખાસ પ્રેરણા રૂપ છે જેઓ પુત્ર ઘેલા છે.

દીકરી તો એક નહિ પરંતુ બે કુળને તારે છે. આજે આપણે રાજલ બારોટ ની એટલે વાત કરવાની છે કારણ કે કાલે પવિત્ર રક્ષા બંધન નો તહેવાર છે, ત્યારે રાજલ બારોટપોતાનાથી મોટી બહેન સહિત 3 બહેનને ઉછેરી ને તેમની પરવરીશ પણ કરી છે. માત્ર એક બહેન તરીકે નહિ પરતું માતા પિતા અને ભાઈ નો સંબંધ ને પણ પૂરો પાડ્યો છે. ત્યારે દર વર્ષે ચારેય બહેનો એકબીજાને રાખડી બાંધીએ છીએ. રાજલ દીદીને કારણે આજે અમને ભાઈની ખોટ વર્તાતી નથી અને આ રીતે જ હંમેશાં સાથે રહીશું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજલ બારોટ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. 2006માં મણિરાજ બારોટનું અવસાન થતાં તેમનાં સંતાન પર જાણે આભ તૂટી પડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ 4 બહેન જ પરિવારમાં રહી હતી, ત્યારે કપરા સમયમાં પણ રાજલ બારોટે પોતાના ઘરની જવાબદારીઓ ઉઠાવી.તગાયક કલાકાર હોવાથી પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા અને આજે એક પ્રખ્યાત ગાયિકા બની ગઈ છે.

મણીરાજને કારણે સૌ કોઈ રાજલ ને ઓળખતા હતા અને નાનપણથી ગાવાનું શરૂ કર્યું હતું, જેથી મને લોકોનો સપોર્ટ પણ મળ્યો. 15 વર્ષથી પપ્પા,મમ્મી અને ભાઈ તરીકે જ હું જવાબદારી નિભાવી રહી છું. બહેનોને ભણાવવા તથા તેમની જોઈતી તમામ વસ્તુ લઈ આપવા મેં ક્યારેય કચાશ રાખી નથી. પપ્પા ના હોય તો દીકરાની જવાબદારી હોય તેમ મેં દીકરાની જેમ બધી જવાબદારી નિભાવી છે અને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. ખરેખર રક્ષા બંધનના પાવન પર્વ નિમિત્તે રાજલ નું જીવન આપણા સૌ માટે પ્રેરણા દાયક છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *