આ તો કેવી અંધશ્રધ્ધા?મોબાઈલ ફોનને નારિયેળ સાથે દોરાથી બાંધી કોઈ ચોકમાં મૂકી ગયું,
આધુનીક સમય મા પણ અંધશ્રધ્ધા ના અનેક અજબ ગજબ કિસ્સા ઓ સામે આવતા હોય છે જેમા અવ નવા ટોટકા કરવામા આવતા હોય છે ત્યારે ભાવનગર શહેર મા એક ઘટના એવી બની છે કે જાણીને નવાઈ લાગશે.
ભાવનગર શહેર મા વાલ્કેટ વિસ્તારમાં કોઈ એ ચોક વચ્ચે મોબાઈલ સાથે શ્રી ફળ ચોક વચ્ચે મુકી જતા લોકો મા કુતૂહલ સર્જાયું હતુ.સામાન્ય રીતે લોકો ઉતાર સ્વરુપે ઈંડુ , શ્રી ફળ ,લીંબુ મુકતા હોય છે પરંતુ પહેલી વખત હશે કે કોઈ એ ઉતાર સ્વરુપે મોબાઈલ ફોન હોય. આવો અંધ વિશ્વાસ નો કીસ્સો પ્રથમ વાર નથી અનેક વખત આવી ઘટના ઓ સામે આવી જેમા ઘણી વખત લોકો નો જીવ પણ ગયો છે.
અંધશ્રદ્ધામાં લોકોએ પોતાની ગેરમાન્યતાઓ ને કારણે ઘણું બધું ગુમાવતા હોય છે, ભવિષ્ય ભાખનારા લોકો તમારી પર ભૂત પ્રેતનો સાયો છે આવા ખોટા ભ્રમ પેદા કરતા હોય છે તેવો જ કિસ્સો શહેરના કરચલિયા વિસ્તારમાં બની અનોખી ઘટના બની હતી મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરી ને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું.
આ અંગે જાણવા મળ્યુ હતુ કે, મોડીરાત્રે ક.પરામાં આવેલ વાલકેટ ગેઇટ પાસે આવેલા ચોકમાં કોઈ નાળિયેર સાથે મોબાઈલનો વળગાટ સાથે મૂકી જતા અમે જોઈને આશ્ચર્ય થયું હતું. જ્યારે મોબાઈલ સાથે નાળિયેર ઉતારીને જોયું તો અમે પણ ચકિત થઈ ગયા હતા અને અત્યારે સુધી લોકો ચોકમાં સાડીઓ, લીંબુઓ, અને ઘર વખરી, અથવાતો કોઈ ચીજવસ્તુઓ મુકતા જોયું છે પણ મોબાઈલ સાથે પહેલીવાર આવી ઘટના જોઈ છે.