સવજીભાઈ ધોળકીયા પોતાના પુત્ર ને પહેલી નોકરી ઘરના બીઝનેસના બદલે બીજી કોઈ કંપની મા કરવાનુ કહયુ હતુ કારણ કે…

આજે ગુજરાત ના સવજીભાઈ ધોળકીયા ને કોણ નથી. તેવો Harekrishna private limited કંપનીના ચેરમેન છે અને કોઈ ને કોઈ બાબતો ને લઈ ને ચર્ચા મા રહે છે અને ગુજરાત ના ડાયમંડ કીંગ તરીકે જાણીતા છે ત્યારે સવજીભાઈ ધોળકીયા ના પુત્ર દ્રવ્ય ધોળકિયા ની લાઈફ સ્ટાઈલ પણ અલગ છાપ ઉભી કરે છે.

દ્રવ્ય ધોળકિયા સોસિયલ મીડીયા પર ઘણા એક્ટીવ રહે છે અને પોતાના ફોટા સોસિયલ મીડીયા પર અવાર નવાર પોસ્ટ કરે છે ખાસ કરીને instagram પર તેના હજારો મા ફોલોવર છે. જેમા પોતાની લક્ષરીયસ લાઈફ છતી થાય છે આ ઉપરાંત દ્રવ્ય ધોળકિયા ના અભ્યાસ ની વાત કરવામા આવે તો દ્રવ્યએ ન્યૂયૉર્કની પેસ યુનિવર્સિટી’માંથી MBA કર્યું છે.

Sandesh.com ના એક અહેવાલ મુજબ MBA પૂર્ણ કર્યા બાદ જ્યારે દ્રવ્ય ન્યૂયૉર્કથી સુરત આવ્યો ત્યારે તેના પિતાએ તેને ફ્રેશરની જેમ પહેલા જોબ કરવાનું કહ્યું હતુ. દ્રવ્યએ પહેલી નોકરી કૉલ સેન્ટરમાં કરી હતી અને તેનું કામ અમેરિકન કંપનીને સોલર પેનલ વેચવાનું હતુ. તેણે અઠવાડિયામાં જ આ નોકરી છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સવજીભાઈનાં કહેવાથી દ્રવ્યએ ફક્ત ૩ જોડી કપડા અને 7 હજાર રૂપિયામાં કોચ્ચીમાં મહિનો પસાર કર્યો હતો અને આવું કરવા પાછળનો હેતુ જિંદગીને સમજવાનો હતો.

સવજીભાઈ ધોળકીયા એક સફળ બીઝનેસમેન તો છે જ સાથે એક સારા વ્યકતીકરી તરીકે પણ ઉભરી આવ્યા છે અને અનેક સેવા ના કાર્યો પણ કરે છે. તાજેતર મા જ Olympic મા મહીલા હોકી ટીમ સેમી ફાઈનલ મા પહોંચવા બદલ આખી ટીમ ને સુરત બોલાવી સન્માન આપવાની જાહેરાત પણ કરી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *