બજરંગદાસ બાપા નો ચમત્કાર ! જ્યારે બાપા એ વાઘ ના ટોળા ને ભગાડી દીધુ હતુ.
ગુજરાતની ધરામાં અનેક સંતો મહંતો અને મહા પુરુષો જન્મ લીધો છે,ત્યારે આજે આપણે વાત કરીશું બગદાણા માં બિરાજમાન બાપા સીતારામ વિશે. તેમનું જીવન ખૂબ જ અદ્ભૂત અને લોક સેવામાં જ વિત્યું.સદાય ભક્તોની રક્ષા કાજે અને તેમના જીવનને ધન્ય બનાવવામાં જ તેઓ એ પોતાનું સર્વસ્વ અપર્ણ કરીને એક સામાન્ય માણસ તરીકે ભગવાનનું નામ ભજીને જીવન વિતાવનાર બજરંગ દાસ બાપુ નાં જન્મ કથા વિશે જાણવા જેવું છે.
બાપાનાં જન્મ પણ એમ અદ્ભૂત લીલા સમાન જ છે. ઝાંઝરિયા હનુમાનનાં સાનિધ્યમાં બાપનો જન્મ થયેલ.જ્યારે તેમની માતાને પ્રસવ પીડા ઉપડી ત્યારે ગામની મહિલાઓ દ્વારા તેમને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા લઈ ગયેલ અને ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું. દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા. બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું.
બાપા સીતારામ બાળપણમાં જ તેમના પિતા ગુમાવ્યા અને તેમના સ્વર્ગસ્થા પછી તેઓ વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા.
આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી.તે જમાતની સામે આઠ-દસ વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઇ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું.આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા.સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા.ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય.
સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા.ત્યાંથી ઢસા આવ્યા. પાલિતાણાથી બગદાણાપધાર્યા.બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા.બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણા થી ભાવનગર પણ પધારતા.
પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી અને ત્યાર પછી આ જ તેમનું પરમ ધામ બન્યું.બાપા સીતારામ એ અનંત લીલા ઓ કરી તેમજ પોતાના ભક્તોને અનેક ગણા પરચાઓ પણ આપ્યા હતા.ખરેખર ભગવાનની દિવ્યા લીલા તો ખૂબ જ દિવ્ય હોય છે,ત્યારે બાપા સિતારામ તો આજે બગદાણામાં સાક્ષત બિરાજમાન છે.
