ટી.વી જગત સન્નાટો ફેમસ ટી.વી સ્ટાર સિધ્ધાર્થ શુક્લા નુ મૃત્યુ થયુ..મૃત્યુ નુ કારણ
કહેવાય છે ને કે, મુત્યુ ક્યારે દ્વારે આવીને ઉભું રહી જાય કોઈ નથી જાણતું ત્યારે હાલમાં જ એક એવી ખબર સામે આવી છે કે, જેને લીધે ફિલ્મ જગત અને ટીવી જગતની સાથે ચાહકવર્ગ શોકની લાગણીમાં છવાઈ ગયેલું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં અમેક સિતારાઓ આપણે ગુમાવ્યા છે, ત્યારે હાલમાં જ ટીવી જગતના સ્ટાર અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતા ટીવી જગતમાં શોક છવાઈ ગયો છે.
આજનો દિવસ કાળ બનીને આવ્યો સિદ્ધાર્થ ને આજે હાર્ટ અટેકનલ આવતા તેંનું અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.
2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો બિગ બોસ’ જીત્યા બાદ સિદ્ધાર્થ માતા સાથે અને શહગિલ સાથે તેના અફેર ની બહુ ચર્ચા હતી.
સિદ્ધાર્થ શુક્લા 2014માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે ‘બિઝનેસ કી કઝખસ્તાન’માં પમ કામ કર્યું હતું. વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યૂટીફૂલ 3’માં પણ જોવા મળ્યો હતો. આખરે અચનાક નિધન થતા તેમના ચાહકો માં શોક છવાઈ ગયો છે. ખરેખર ફિલ્મ અને ટીવી જગત ઉમદા કલાકાર ગુમાવ્યો છે. આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે.