દીકરી ને પાણી ની ટાંકી મા નાખી ને માતા એ ગળાફાસો ખાઈ લીધો ! આવુ કરવા પાછળ નુ કારણ….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમાજમાં દીકરા અને દીકરીઓ વચ્ચે આજે પણ લોકો ભેદભાવ જોવા મળે છે. ઘણા પરિવારજનો હોય છે, જેઓ પુત્ર ઘેલછા વાળા હોય છે. જેમનાં માટે દીકરીનું કોઈ માન નથી હોતું. આજે એક ખૂબ જ કરુણ ઘટના બની જેમાં માતા એ પોતાની નાની દીકરીને પાણીની ટાંકીમાં નાંખીને આત્મહત્યા કરી લીધી. આવું કરવાનું પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારું છે.
આ મહિલા આવું પગલું એટલે ભર્યું કે તેને ત્યાં પુત્ર ન હોવાથી પતિ દ્વારા વારંવાર ત્રાસ અપાતો હતો.
આમ પણ કહેવાય છે ને કે, એક દિવસમાં અનેક એવી ઘટનાઓ ઘટતી હોય છે, જે આપણને ઘણું બધું શીખવી જાય છે.મોરબી ના થાનગઢ મા રહેતા અને કારખાનુ ચલાવતા નીતિનભાઈ સુંદરજીભાઈ મૈજડિયાને ત્યા પહેલે થી જ બે દિકરીઓ હતી અને ત્રીજી દિકરી નો જન્મ થતા આ પરીવાર મા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી. ત્રીજી દીકરીના જન્મને ઈશ્વરનો આર્શીવાદ ગણીને મૈંજડિયા પરિવારને તેને આવકાર્યો અનેઆ ખુશીમાં તેમણે હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન આપ્યું. ખરેખર આ પરિવાર એ દરેક લોકો માટે પ્રેરણા રૂપ બન્યા જેઓ દીકરીઓને બોજ સમજે છે. આમ પણ કહેવાય છે ને કે, જગતમાં દીકરીઓ તો ભાગ્યશાળીને ત્યાં જન્મે છે.
આજે આ બંને ઘટનાઓ એક જ દિવસમાં બની છે, ત્યારે ખરેખર આંખમાંથી ખુશીઓના અને દુઃખ આંસુઓ વહી જાય છે. એમાં પણ સંતરામપુરની ઘટના હૈયું કંપાવી ઉઠે એવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગીતાબેનના લગ્ન અેસટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ સાથે થયેલ અને ગીતાબેનને સંતાનમાં બે દીકરીઓ જ હતી. આ કારણે પત દિકરો ન હોવાથી બોલાચાલી કરી ઝઘડો કરી માનસિક ત્રાસ આપતો હતો. અને બીજા લગ્ન કરવાનું કહેતો હતો.
આ જ કારણે પતિના ત્રાસ ન કારણે કંટાળીને પોતાની એક દીકરીને ઘર આંગણે પાણીની ટાંકીમાં નાખી દીધી અને ઘરના વચલા રૂમમાં પંખા સાથે લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યું ગીતાબેનના પરિવારના જીતેન્દ્રભાઈ અર્જુન ભાઈ બારીયાઅે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.
ખરેખર દરેક સમાજના લોકો માટે આ બંને કિસ્સોમાંથી એક સકારાત્મક સંદેશ લેવા જેવો છે કે, ઈશ્વરે આપેલ દીકરો કે દીકરી એ તેમની અમુલ્ય ભેટ છે, તેનો સ્વીકાર કરવો ખુશી થી અને આજના સમયમાં દીકરીઓ દીકરા કરતા વધારે દરેક ક્ષેત્રમાં મોખરે છે, ત્યારે આજના સમયમાં દીકરીઓને બોજ ન ગણવી જોઈએ. આપણે આજે એ નાની દીકરી અને તેમની માતા માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમની દિવ્ય આત્માનો શાંતિ અર્પે.
